રહીશોને સતર્ક રહેવા સૂચના:સિઝનમાં બીજીવાર વિશ્વામિત્રી બે કાંઠે, રાત્રે સપાટી 15 ફૂટ થઈ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે 32 મિમી વરસાદ બાદ બીજા દિવસે છૂટાછવાયાં ઝાપટાં
  • વિશ્વામિત્રીના કાંઠા વિસ્તારના રહીશોને સતર્ક રહેવા સૂચના

સોમવારે રાત્રીના સમયે પણ 32 મીમી વરસાદ વરસ્યો હતો. જોકે મંગળવારે દિવસ દરમિયામ છૂટા છવાયા વરસાદી ઝાપટા વચ્ચે બપોરના સમયે સૂર્યનારાયણના દર્શન થયા હતા. વડોદરા શહેરમાં મોસમનો કુલ વરસાદ 766 મીમી પડી ગયો છે. બુધવારે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

જયારે આજવા સરોવરના કેચમેન્ટ એરિયામાં પડેલા વરસાદના કારણે સરોવરની સપાટી 211.75 ફૂટે પહોંચી હતીે. જેના કારણે સરોવર ઓવરફ્લો થઈ રહ્યું છે. જેનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા સપાટી 15.50 ફૂટે પહોંચી છે. પાલિકાના સૂત્રો મુજબ પ્રતિ સેકન્ડ વિશ્વામિત્રીમાં 3634 ફૂટ ક્યુબ પાણી આવી રહ્યું છે.

નિયમ મુજબ 15મી ઓગષ્ટ સુધી આજવા સરોવરની સપાટી 211 ફૂટ રાખવામાં આવે છે. હાલમાં ઉપરવાસમાં વરસાદના કારણે આજવા સરોવરની સપાટી રાત સુધી 211.50 પર પહોંચી છે. જેના કારણે સરોવર ઓવરફ્લો થતા પાણી સીધેસીધું વિશ્વામિત્રી નદીમાં ઠલવાઈ રહ્યું છે.

આજવા સરોવર અને અન્ય સ્રોતથી નદીની સપાટી રાત્રે 11 વાગે 15.50 ફૂટ પર પહોંચી છે. જ્યારે આગામી સમયમાં સપાટી 18 ફૂટ સુધી જવાની સંભાવના છે. જેને પગલે વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તાર અને નીચાણવાળા સ્થળોએ લોકોને સતર્ક રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...