તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ABVPનો સતત બીજા દિવસે તાયફો: શહીદોની તકતી પર લગાવેલંુ ફંડનું સ્ટિકર બદલી નાખ્યું

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મંગળવારની શરમજનક ઘટના બાદ યુનિ.માં શહીદોની પ્રતિમાની તકતીને લઈને ફરી વિવાદ

મ. સ. યુનિ.માં કોમર્સ યુનિટ ખાતે વીર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની પ્રતિમાઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂા. 1.95 લાખ અને ફેકલ્ટી ઓફ કોમર્સ સ્ટુડન્ટસ વેલ્ફેર ફંડમાંથી રૂા.1.20 લાખ અનુદાન અપાયું હતું. જે અંગે તકતી પણ મરાઇ છે. જેની સાથે જે ફેકલ્ટી જીએસના ફંડનો ઉપયોગ થયો હતો તે વર્ષનો ઉલ્લેખ કરાયો હતો.

તેની જગ્યાએ એબીવીપી દ્વારા બીજી સ્ટીકર મારી દેવાતા વિવાદ થયો હતો. એબીવીપી દ્વારા ફેકલ્ટી જીએસોના વર્ષ ન દેખાય તેવું સ્ટીકર મારી દીધું હતું. જેથી વિવાદ થયો હતો. વિદ્યાર્થી સંગઠન એ.બી.વી.પી. તકતી ઉપર વિરોધી જૂથના વિદ્યાર્થી સંગઠનની કામગીરી જોઇ ન શકતા તે નામ ઉપર સ્ટીકર મારી દીધું હોવાથી વિવાદ વધુ વકર્યો હતો.

આ અંગેની જાણ યુ.જી.એસ. રાકેશ પંજાબીને થતાં સ્ટીકર ઉખાડી નાખ્યું હતું. મંગળવારે શહીદ દિને વીર શહીદોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા બાબતે પણ એ.બી.વી.પી. અને વિરોધી સંગઠન વચ્ચે ઝપાઝપી થઈ હતી.

બુધવારે વીર શહીદોની પ્રતિમા પાસે લગાવાયેલી તકતી ઉપર સ્ટીકર લગાવવા બાબતે વિવાદ સર્જાયો હતો.યુ.જી.એસ. રાકેશ પંજાબીએ જણાવ્યું હતું કે, વર્ષ 2016-17 મા વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટી જી.એસ કશ્યપ ઠક્કર દ્વારા તેમના ફંડમાંથી રૂા. 1.20 લાખ બચાવી કોમર્સ ફેકલ્ટીની યુનિટ બિલ્ડિંગ ખાતે શહીદોની મૂર્તિ મૂકવાનો નિર્ણય કરાયો હતો. જેનું કામ વર્ષ 2018-19 માં પૂર્ણ થયું હતું. વધુમાં વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું કે યુનિ.ની લગાવેલી કેવી રીતે બીજું સ્ટીકર લગાડી શકાય? યુનિ. સત્તાધીશો મૌન રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો