• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • For The Last 15 Years, A Family Of Foresters In Vadodara Has Been Abandoning The Celebration Of Uttarayan And Rescuing And Treating The Birds.

પક્ષીપ્રેમી પરિવાર:વડોદરામાં વનકર્મીનો પરિવાર 15 વર્ષથી ઉત્તરાયણની ઉજવણી છોડી પક્ષીઓને રેસ્ક્યૂ કરીને સારવાર કરે છે, પતિ-પત્ની અને પુત્ર સેવામાં લાગ્યા

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પક્ષીઓની સેવા કરતા પિતા અને પુત્ર - Divya Bhaskar
પક્ષીઓની સેવા કરતા પિતા અને પુત્ર
  • પિતા-પુત્ર કહે છે કે, ઉત્તરાયણ મનાવવા કરતા અમને ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરવામાં વધુ આનંદ મળે છે

નાના બાળકોથી મોટા લોકોના સૌથી પ્રિય ઉત્તરાયણ પર્વમાં સૌ કોઈ આકાશી યુદ્ધ ખેલીને આનંદ મેળવે છે, ત્યારે વડોદરાનો એક એવો પરિવાર છે જે છેલ્લા 15 વર્ષથી ઉત્તરાયણ પર્વ મનાવવાને બદલે પતંગની દોરીથી ઇજા પામતા પક્ષીઓને સારવાર આપી રહ્યો છે. પિતા-પુત્ર કહે છે કે, ઉત્તરાયણનો ઉત્સવ મનાવવા કરતા અમને ઇજાગ્રસ્ત પક્ષીઓની દુઃખ સાથે સારવાર કરવામાં વધુ આનંદ આવે છે.

કરૂણા અભિયાનમાં પરિવાર સેવા આપે છે
વડોદરાના સમતા વિસ્તારમાં રહેતા નીતીનભાઇ પટેલ તેમનો પુત્ર હર્ષ પટેલ તેમજ તેમની પત્ની ઉત્તરાયણના બે દિવસ અગાઉથી જ પતંગની દોરીથી ઇજા પામતા પક્ષીઓને સારવાર આપવાનું શરૂ કરી દે છે. આ પરિવાર સવારથી લઈને મોડી સાંજ સુધી જે વિસ્તારમાંથી પક્ષી ઇજા પામવાના કોલ આવે છે, ત્યારે તે સ્થળે પહોંચી જઈ ઇજાગ્રસ્ત પક્ષીઓને કરુણા અભિયાન અંતર્ગત વન વિભાગમાં લઈ આવી સારવાર આપવાનું કામ કરે છે.

પિતા-પુત્ર કહે છે કે, ઉત્તરાયણ મનાવવા કરતા અમને ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરવામાં વધુ આનંદ મળે છે
પિતા-પુત્ર કહે છે કે, ઉત્તરાયણ મનાવવા કરતા અમને ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરવામાં વધુ આનંદ મળે છે

મને નાનપણથી જ પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમ છે
નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, મને નાનપણથી જ પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમ છે. કોઈ પશુપક્ષીને ઇજા થઈ હોય ત્યારે હું જોઈ શકતો નથી અને ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓને સારવાર આપીને પીડા મુક્ત કરું ત્યારે મને અનેરી ખુશી થાય છે. બસ ત્યારથી જ મેં પશુ-પક્ષીઓની સેવા કરવાનું શરૂ કર્યું છે.

મારી પત્ની અને પુત્ર મદદરૂપ થાય છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારામાં પશુ પક્ષીઓ પ્રત્યેની લાગણી જોઈને મારો પુત્ર હર્ષ અને મારી પત્ની મારી સાથે પશુ-પક્ષીને મદદરૂપ થવાના કાર્યમાં જોડાયા છે. જેમાં વર્ષ 2006થી અમે પરિવારજનો કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણના દિવસોમાં પતંગની દોરીથી ઇજા પામતા પક્ષીઓની સારવાર કરીને શક્ય એટલા પક્ષીઓનો જીવ બચાવી રહ્યા છે. મારી પત્ની અને પુત્ર ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર કેન્દ્રો ઉપર લઇ લઈ આવે છે જ્યાં હું અને મારા ટીમ દ્વારા પક્ષીઓને સારવાર આપીને સલામત સ્થળે મૂકવાનું કામ કરું છું

પુત્ર હર્ષ પટેલ પણ પિતાની સાથે પક્ષીઓના રેસ્ક્યૂમાં જોડાયો
પુત્ર હર્ષ પટેલ પણ પિતાની સાથે પક્ષીઓના રેસ્ક્યૂમાં જોડાયો

મારા પિતા પાસેથી પ્રેરણા મળી
પિતા દ્વારા મળેલી પ્રેરણા દ્વારા મુંગા પશુ પક્ષીઓની સારવારમાં જોતરાયેલા હર્ષ પટેલે જણાવ્યું હતું કે જ્યારથી મેં સમજ કેળવી છે. ત્યારથી મારા પિતા અને મમ્મી સાથે ઉત્તરાયણમાં ઇજાગ્રસ્ત પક્ષીઓની સેવામાં લાગ્યો છું. આથી મને પતંગ ઉડાવતા પણ આવડતું નથી અને હું પતંગ ઉડાવવા શીખવાનો પણ નથી. હવે મારું એક જ લક્ષ્ય છે કે હું પણ મારા માતા-પિતાની જેમ મુંગા પશુ પક્ષીઓની સેવા કરીશ. અને શક્ય હશે તો ભવિષ્યમાં વેટરનરી ડૉક્ટર બનીને મુંગા પશુ પક્ષીઓની સારવાર કરવાનું છે. છેલ્લા બે દિવસમાં ચાર પક્ષીઓને બચાવ્યા છે જેનાથી મને પતંગ ઉડાવવા કરતાં પણ વધુ આનંદ મળ્યો છે. હું સેન્ટરમાં આવતા ઇજાગ્રસ્ત પક્ષીઓને સેન્ટરમાં લઇ આવું છું અને મારા પપ્પાને આપું છું.

અન્ય સમાચારો પણ છે...