તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:સતત ચોથા દિવસે 360 ગરમીમાં લોકો શેકાયા

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બપોરે ઉનાળા જેવા આકરા તાપનો અનુભવ
  • 11 જુલાઈથી વરસાદી ગતિવિધિ તેજ થવાની વકી

શહેરમાં છેલ્લા 8 દિવસથી વરસાદે વિરામ લેતા ગરમીનો પારો સતત વધી રહ્યો છે,જેમાં બુધવારના રોજ ગરમીનો પારો 36 ડિગ્રીને વટાવી દેતા ભારે ગરમીથી શહેરીજનો ત્રસ્ત થઈ ગયા છે. લોકો ગરમીથી કંટાળીને વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં છે.ગુરૂવારના રોજ પણ પારે 36 ડિગ્રી રહે તેવી સંભાવના રહેલી છે. જોકે હવામાન વિભાગના મતે 11 જુલાઈ સુધી વરસાદ વરસે તેેવી સંભાવના જોવાઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર દિવસથી શહેરમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર નોંધાયો છે. જેના કારણે શહેરમાં ઉનાળામાં જેવી ગરમી પડી રહી છે. શહેરમાં દક્ષિણ-પશ્ચિમના 11 કિમીની ઝડપે ફુંકાતા ગરમ પવનો પણ ગરમીમાં વધારો કરી રહ્યાં છે. ગરમીના કારણે શહેરમાં ભેજનું પ્રમાણ 50 ટકા થી પણ નીચું ગયું છે.

હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ બુધવારના રોજ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 36.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 28.4 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 65 ટકા અને સાંજે 48 ટકા નોંધાયું હતું. જ્યારે દક્ષિણ-પશ્ચિમની દિશાથી 11 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતાં. હવામાન શાસ્ત્રીઓના મતે શહેરમાં 11 જુલાઈથી વરસાદી ગતિવિધી તેજ થઈ શકે છે. જેનાથી શહેર-જિલ્લામાં ઘણા સ્થળો પર વરસાદ વરસશે. આ ઉપરાંત કેટલાક સ્થળો પર થંડરસ્ટ્રોમની અસરના પગલે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વરસાદી ગતિવિધીઓની શરૂઆત 7-8 જુલાઈથી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...