તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • For The First Time The Number Of Corona Patients In Hospitals Dropped To Less Than 2,000, Completing 30 Days Of Continuous Reduction Of Covid

નવરાત્રીમાં વડોદરા માટે સારા સમાચાર:પહેલીવાર હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 2 હજારથી ઓછી થઇ, કોવિડના સતત ઘટાડાના 30 દિવસ પૂર્ણ

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • નવરાત્રી અને તહેવારો સાવચેતીઓ પાળીને જ ઉજવીએ, પોતાને સલામત રાખી શહેરને સલામત રાખીએ: ડો.વિનોદ રાવ

માં શક્તિના આરાધનાના પર્વ નવરાત્રીમાં વડોદરા શહેર માટે સમાચાર આવ્યા છે. વડોદરાની હોસ્પિટલમાં પહેલીવાર કોરોનાના દર્દીઓની સંખ્યા 2 હજારથી નીચે પહોંચીને 1930 થઇ ગઇ છે. આ ખુશીના સમાચાર આપતાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, કોવિડની પ્રથમ લહેરમાં ઓટ આવવાના પ્રવાહના આજે પહેલા નોરતે 30 દિવસ પૂર્ણ થયા એ આનંદની ઘટના છે.

એક મહિના પહેલા હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની સંખ્યા સૌથી વધુ 3250 થઇ હતી
આજથી એક મહિના પહેલા એટલે કે, 17 સપ્ટેમ્બરના રોજ વડોદરાની હોસ્પિટલોમાં કોવિડના દાખલ દર્દીઓની સંખ્યા ટોચે પહોંચી હતી. એ દિવસે વિવિધ દવાખાનાઓમાં દાખલ કોવિડ દર્દીઓની સંખ્યા સૌથી વધુ 3250 હતી. જોકે, ત્યારબાદ ઘટાડાનો પ્રવાહ ચાલુ થયો હતો. એક મહિના પછી 17 ઓક્ટોબરના રોજ વડોદરાના સરકારી અને ખાનગી દવાખાનાઓમાં કોવિડના દાખલ દર્દીઓની સંખ્યા ઘટીને 2 હજારથી ઓછી થઇ છે. 75 દિવસની કોવિડ કટોકટી બાદ આ સંખ્યા ઘટીને 1930 થઇ છે.

વધુ બીમાર અને વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા ઘટીને 229 થઇ
સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહની આસપાસ વધુ બીમાર અને વેન્ટિલેટર પર હોય એવા દર્દીઓની સંખ્યા સૌથી વધુ અંદાજે 360 જેટલી હતી. આ સંખ્યા ધીમે ધીમે સતત ઘટીને 229 જેટલી થઇ છે. આમ કોવિડના દર્દીઓ અને કોવિડ પીડિત ગંભીર દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે.

કોરોનાની ગાઇડલાઇનનું ખુબ સાવચેતી સાથે પાલન કરવા અનુરોધ
ખાસ કરીને આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રોના કોરોના યોદ્ધાઓ છેલ્લા 7 મહિનાથી કઠિન અને વિપરીત પરિસ્થિતિઓનો હિંમતભેર મુકાબલો કરીને પોતાના જીવન પરના જોખમની પરવા કર્યાં વગર શહેરની રક્ષા કરી છે. તેમને આદરપૂર્વક સલામ કરવાની ભાવના વ્યક્ત કરતાં ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, વડોદરાના સર્વોચ્ચ ગણાતા નવરાત્રી સહિત આગામી તમામ ઉત્સવો કોવિડ વિષયક તમામ તકેદારીઓ ચુસ્ત રીતે પાળીને ઉજવવામાં આવે એ સમયની માંગ છે. હું સહુ નાગરિકોને રાજ્ય સરકારે બહાર પાડેલી ગાઇડલાઇનનું ખુબ સાવચેતી સાથે પાલન કરવા અનુરોધ કરું છું. આ તહેવારોની મોસમમાં કોવિડને હળવાશથી નહીં લઇ શકાય. થોડીક પણ ગાફેલિયત નુકસાનકારક બની શકે છે.

માસ્ક પહેરવા અને ભીડભાડ ટાળીને સલામત દૂરી જાળવવા અપીલ
નવેમ્બર-ડિસેમ્બરમાં કોવિડનું બીજું મોજુ નવી મુસીબતો લઈને ન આવે તે માટે તમામ સૂચનાઓ પાળીએ, માસ્ક પહેરીએ, ભીડભાડ ટાળી સલામત દૂરી જાળવીએ, સેનિટાઇઝરનો ઉપયોગ, હાથ ધોવાની સાવચેતી લઇને પોતાને સલામત રાખીએ અને શહેરને સલામત રાખવામાં યોગદાન આપીએ એવો તેમણે અનુરોધ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો