તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા જિલ્લા પંચાયતનું રૂા. 19 કરોડનું બજેટ:જિલ્લા પંચાયત પહેલીવાર સ્ટેમ્પ ડયૂટીમાંથી રૂા.50 લાખ વિકાસ કામોમાં ફાળવશે

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગત બજેટ કરતાં રૂા.5 કરોડ વધુ ભંડોળ

વડોદરા જિલ્લા પંચાયત ના સભાખંડ ખાતે મંગળવારે બપોરે 2 વાગે યોજાયેલી પ્રથમ ખાસ સામાન્ય સભામાં વિવિધ 8 સમિતિઓની રચના કરવામાં આવી હતી. જે બાદ પ્રમુખ દ્વારા રૂા.19 કરોડનું સ્વભંડોળ બજેટ રજુ કરાયું હતું.ઉલ્લેખનિય છે કે, ગત બજેટ કરતા ચાલુ બજેટમાં રૂા. 5 કરોડનું ભંડોળ વધુ અપાયું છે.તો બીજી તરફ તાલુકા પંચાયતની સભામાં પ્રમુખ દ્વારા રૂા.20.68 કરોડનું સ્વભંડોળ બજેટ રજુ કરવામાં આવ્યું હતું.

તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ અને સામાજીક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. વિકાસના કામો માટે પ્રથમ વખત જિલ્લા પંચાયત તરફથી રૂ.50 લાખની રકમની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં 50 ટકા લોકફાળો અને 50 ટકા સ્ટેમ્પ ડ્યુટીમાંથી રકમ ફળવાશે. શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોને રૂ.3 લાખનો એવોર્ડ આપવામાં આવશે.

જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા શરૂ થતા જ જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી દ્વારા નવા ચૂંટાઈ આવેલા 34 સભ્યોને રેતી કંકર અને સ્ટેમ્પ ડ્યુટીના કામો રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ કામ કરવા માટે જણાવ્યું હતું. સભ્યો કોઈ કામ કરાવે તો તેની સ્થળ મુલાકાત પણ અવશ્ય લે તેવી પણ વિનંતી કરી હતી.

ડીડીઓએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી સામાન્ય સભા ચાલુ થાય ત્યારે સભામાં અડધા કલાકના સમયમાં જિલ્લા પંચાયતના અલગ અલગ વિભાગમાં ચાલતી યોજનાઓ અંગે સભ્યોને પ્રેઝન્ટેશન બતાવાશે.

8 સમિતિઓના ચેરમેન નક્કી કરવા માટે મીટિંગ બોલાવવામાં આવશે
ખાસ સભામાં 8 સમિતિઓમાં સભ્યોની જાહેરાત કરાઈ છે. હવે સમિતિઓના ચેરમેન નક્કી કરવા માટે મિટિંગ બોલાવાશે.આમ તો સમિતઓની જાહેરાતમાં જે સભ્યનું પહેલું નામ હોય તે ચેરમેન બનતા હોય છે. જેથી કારોબારી સમિતિ- રાજેન્દ્ર પટેલ, સામાજીક ન્યાય સમિતિ-રામાભાઈ રાઠોડ, શિક્ષણ સમિતિ-અશ્વિન પટેલ, જાહેર આરોગ્ય સમિતિ-નિલેશ પુરાણી, જાહેર બાંધકામ સમિતિ- કમલેશ પટેલ, અપીલ સમિતિ-અશોક પટેલ, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ - મનીષાબેન પરમાર અને મહિલા-બાળવિકાસ,યુવા પ્રવૃત્તિ સમિતિ -કાંતાબેન પરમાર સંભવિત ચેરમેન તરીકે જોવાઈ રહ્યાં છે.

તા. પંચાયતમાં વિવિધ ક્ષેત્રે ફળવાયેલી રકમ
વહીવટી ખર્ચ માટેરૂ.3 લાખ
સાદીલવાર ખર્ચ માટેરૂ.1.30 કરોડ
વિકાસ ક્ષેત્રે3.50 લાખ
શિક્ષણ ક્ષેત્રેરૂ.3.50 લાખ
આરોગ્ય ક્ષેત્રેરૂ.2 લાખ
ખેતીવાડી ક્ષેત્રેરૂ.5 લાખ
પશુપાલન ક્ષેત્રેરૂ.2 લાખ
સમાજકલ્યાણ ક્ષેત્રેરૂ.2 લાખ
આકસ્મિક ખર્ચરૂ.25 લાખ
વિકાસના કામો,જાહેર બાંધકામ ક્ષેત્રે રૂ.12.45 કરોડ

માસ્કનો દંડ માફ કરવા માટે રજૂઆત
પૂર્વ ઉપપ્રમુખ અને કોંગી સભ્ય એમ.આઈ.પટેલે બજેટ સભામાં રજૂઆત કરી હતી કે, સુરતના મેયર દ્વારા માસ્કનો દંડ માફ કરી જે લોકોએ માસ્ક ન પહેર્યું હોય તેમને માસ્ક આપવાની પહેલ કરી છે. સુરતમાં પણ ભાજપની જ સરકાર છે.ત્યારે વડોદરા જિલ્લામાં પણ જે લોકો માસ્ક ન પહેરે તેમને રૂ.1 હજારનો દંડ ન કરી તેમને માસ્ક આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

વિવિધ ક્ષેત્રે ફાળવવામાં આવેલી રકમ

 • વિકાસ ક્ષેત્રે : સદસ્ય દીઠ રૂા.5 લાખ લેખે રૂ.1.70 કરોડની જોગવાઈ.વિકાસ અને લોકહિતાર્થના કાર્યો માટે રૂ.2 કરોડની જોગવાઈ,સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાંટમાંથી રૂા.8.1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
 • પંચાયત ક્ષેત્રે : જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલા નવા સરપંચોને સરકારની વિવિધ યોજનાઓ વિશે સમજાવવા માટે 2 દિવસની તાલીમ શિબિરનું આયોજન કરાયું,જેની પાછળ રૂ.6 લાખ ખર્ચાશે.
 • શિક્ષણ ક્ષેત્રે : ઉત્તરવહી-પુરવણીની યોજના માટે રૂ.23 લાખની જોગવાઈ,કુદરતી આફતો,બાળ મહોત્સવ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે રૂ.4 લાખની જોગવાઈ.
 • આરોગ્ય ક્ષેત્રે : બેટી બચાવો યોજના હેઠળ રૂ.2 લાખ,પ્રોટીન પાવડર પુરો પાડવા રૂ.2 લાખની જોગવાઈ. આયુર્વેદિક દવા ખરીદી તેમજ આયુર્વેદ નિદાન કેમ્પ માટે રૂ.5 લાખની જોગવાઈ કરાઈ.
 • સમાજ કલ્યાણ ક્ષેત્રે : ડો.બાબા સાહેબ આંબેડકર જન્મદિન ઉજવણી માટે રૂ.1.50 લાખ,નબળા વર્ગોના ઉત્થાન માટે રૂ.1 લાખ અને સામાજીક ન્યાયનીધી હેઠળ રૂ.20 લાખની જોગવાઈ કરાઈ.
 • ખેતીવાડી ક્ષેત્રે : પાક નિદર્શન શિબીર તેમજ જિલ્લા પંચાયતના સદસ્યોને પ્રવાસ સહાય માટે રૂ.1 લાખની જોગવાઈ,ખેડૂતો માટે ખેતી વિષયક પ્રચાર સાહિત્ય માટે રૂ.5 લાખની જોગવાઈ કરાઈ.
 • પશુપાલન ક્ષેત્રે : જિલ્લામાં રોગચાળો ફાટે ત્યારે પશુઓની સારવાર માટે રૂ.2 લાખની જોગવાઈ.
 • સિંચાઈ ક્ષેત્રે : પુર સંરક્ષણ દિવાલ,ચેકડેમ કાંસ,જિલ્લા પંચાયત તળાવોની અને નહેરોની આકસ્મીક મરામત માટે રૂ.11 લાખની જોગવાઈ.
 • બાંધકામ ક્ષેત્રે : સાંસ્કૃતિક સેમીનાર માટે રૂ.4 લાખની જોગવાઈ, જિલ્લા પંચાયતના સભાખંડમાં સુવિધા ઉભી કરવા રૂ.40 લાખ, સેન્ટ્રલ RO અને વોટર કુલીંગ પ્લાન્ટ માટે રૂ.5 લાખ, કુદરતી આફતોના સમયે ફુડ પેકેટ,પીવાના પાણી અને આગ અકસ્માતના સમયે અગ્નીશામક સેવાનો ખર્ચ પરત ચુકવવા રૂ.4 લાખની જોગવાઈ કરાઈ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો