ભાસ્કર વિશેષ:પહેલીવાર MSUના કમ્પ્યૂટર સાયન્સ અને એન્જિનિયરીંગ વિભાગના 4 વિદ્યાર્થીને રૂા.24 લાખનું પેકેજ મળ્યું

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ફેકલ્ટીના અન્ય ત્રણ વિદ્યાર્થીઓને રૂા. 16.64 લાખ સુધીના પેકેજની ઓફર

મ.સ. યુનિવર્સિટીની ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગ ફેકલ્ટીના કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટના 8 વિદ્યાર્થીઓને અત્યાર સુધીનું મહત્તમ પેકેજ ઓફર કરવામાં આવ્યું હતું. જેમાં 4 વિદ્યાર્થીઓ શેમલ સેરાઠિયા, પંથ ઠક્કર, પૂજન લાલપુરાવાલા અને કાર્તિક પ્રજાપતિને 24 લાખનું પેકેજ શીપ્સી કંપની દ્વારા ઓફર કરવામાં આવ્યું છે.

અન્ય 1 વિદ્યાર્થી પ્રેરણા દાલુકાને ગોલ્ડમેન સાચ્સ કંપની દ્વારા 21 લાખનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. તેમજ 3 વિદ્યાર્થી હેનિલ ભાવસાર, કુલદીપ મોચી અને મોહમ્મદ કુરેશીને ઓરેકલ કંપની દ્વારા 16.64 લાખનું પેકેજ ઓફર કરાયું છે. આ દરેક પેકેજ ડિપાર્ટમેન્ટનું અત્યાર સુધીનું મહત્તમ છે.

આ પહેલા 14 લાખ સુધીનું મહત્તમ પેકેજ વિદ્યાર્થીઓને મળ્યું હતું. આ દરેક વિદ્યાર્થીઓએ હાલમાં જ અંતિમ સેમેસ્ટરની પરીક્ષા આપી છે. જેના પરિણામ આવવા પહેલા જ વિદ્યાર્થીઓને મોટી કંપનીઓ તરફથી આ પ્રકારના પેકેજ અપાયા છે.

મહત્તમ પેકેજ મેળવનાર વિદ્યાર્થીઓનું કહેવું છે કે ડિપાર્ટમેન્ટમાં કોમ્પિટેટીવ પ્રોગ્રામ ઘણા થતા હતા. વિવિધ સ્પર્ધાઓ યોજાતી હતી. દરેક સ્પર્ધાઓમાં અમે ભાગ લેતા હતા. જેથી અનુભવ વધ્યો. પ્રેક્ટિકલ નોલેજમાં વધારો થયો. જે કારણથી અમારા પર્ફોમન્સમાં પણ વધારો થયો હતો. જે પ્લેસમેન્ટ ઈન્ટરવ્યૂ વખતે ઉપયોગી બન્યું હતું.

પ્લેસમેન્ટ દરમિયાન ફાઇનલની ઈન્ટર્નશિપને વધુ મહત્વ અપાય છે
પ્રો.વિરલ કાપડિયાએ જણાવ્યું હતું કે, અમે વિદ્યાર્થીઓને ફાઈનલ સેમેસ્ટરમાં ઈન્ટર્નશિપ કરાવવાનું શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓને અંતિમ સેમેસ્ટરના અભ્યાસક્રમમાં પહેલી વખત ફુલ ટાઈમ ઈન્ટર્નશિપ શરૂ કરવામાં આવી છે. જે ટેકનોલોજી ફેકલ્ટીમાં પહેલું ડિપાર્ટમેન્ટ છે જેમાં આ રીતે ઈન્ટર્નશિપ આપવામાં આવે છે.

બીજા કોઈપણ બીઈ પ્રોગ્રામમાં ફાઈનલ સેમેસ્ટરમાં ઈન્ટર્નશિપ આપવામાં આવતી નથી. ઈન્ટર્નશિપ આપવાનો હેતુ એ જ છે કે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ વધુ મળે. પ્લેસમેન્ટમાં કંપનીઓ ઈન્ટર્નશિપને વધુ મહત્વ આપે છે.

અન્ય સમાચારો પણ છે...