પ્રકોપ:સિઝનમાં પહેલીવાર પારો 10 ડિગ્રી થતાં ઠંડીથી લોકો થથર્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડિસેમ્બરના છેલ્લાં 5 વર્ષના ઠંડીના આંકડા - Divya Bhaskar
ડિસેમ્બરના છેલ્લાં 5 વર્ષના ઠંડીના આંકડા
  • 24મીથી 3-4 દિવસ માટે ઠંડીમાં આંશિક ઘટાડો થશે
  • ​​​​​​​ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડીની શક્યતા

શહેરમાં સિઝનમાં પહેલી વખત મંગળવારે ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ઠંડા પવનો શહેરીજનોને ધ્રુજાવી રહ્યાં છે ત્યારે ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી મહિનામાં કાતિલ ઠંડી પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. મંગળવારે વહેલી સવારથી જ શહેરમાં ઠંડીના પગલે ધુમ્મસનું આવરણ પણ છવાયેલું રહ્યું હતું.

હવામાન શાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું હતું કે, 23 ડિસેમ્બર સુધી ઠંડીનો પ્રકોપ યથાવત્ રહેશે. જ્યારે 24 ડિસેમ્બરથી 3-4 દિવસ માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ઠંડીમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે. જોકે મહિનાના અંતમાં 29 ડિસેમ્બર દરમિયાન ઠંડીનો પ્રકોપ પાછો વધશે, જે જાન્યુઆરી મહિનામાં પણ જોવા મળશે.મંગળવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 29.8 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 10.4 ડિગ્રી નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...