શહેરમાં ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થતાં સિઝનમાં પહેલી વખત ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી નોંધાયો હતો. ગુરુવારે મોડી સાંજથી જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે શુક્રવારના રોજ પણ દિવસ દરમિયાન પણ ઠંડકનો અનુભવ વર્તાયો હતો. જ્યારે શુક્રવારે ગરમીનો પારો પણ 31 ડિગ્રી સુધી રહ્યો હતો.
શુક્રવારના રોજ સવારથી જ ગરમીનું પ્રમાણ ઓછું નોંધાયું હતું અને લોકોએ સાંજ પડતાં જ ગરમ કપડાંનો સહારો લેવાનું શરૂ કર્યું હતું. જ્યારે વહેલી સવારે પણ ધુમ્મસનું પ્રમાણ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 18 નવેમ્બરના રોજ મહત્તમ તાપમાનનો પારો 31.8 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 2 ડિગ્રી ઘટીને 15.4 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 64 ટકા અને સાંજે 27 ટકા નોંધાયું હતું. નોર્થ-ઈસ્ટની દિશાથી 10 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પોલર વોરટેક્ષ, વિંડ પેટર્નથી ઠંડી વધે
હવામાન શાસ્ત્રી અનુસાર ઠંડી વધવાનાં 3 કારણ હોય છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પોલર વોરટેક્ષ અને વિંડ પેટર્ન છે. જ્યારે મોન્સૂનની વિદાય બાદ પવન ઉત્તર-પૂર્વના થઈ જતા હોય છે, જેને વિંડ પેટર્ન કહેવામાં આવે છે. વડોદરામાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનોના પગલે જ ઠંડી વધતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.