વેધર:સિઝનમાં પહેલીવાર પારો 9 ડિગ્રી થયો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહાડી વિસ્તારોમાં થયેલી બરફ વર્ષાને કારણે ઠંડી વધી
  • અાજે પણ 10 િડગ્રીની અાસપાસ રહેશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં તેમજ પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થતાં તેની અસર શહેર પર પણ વર્તાઈ છે. મેદાની વિસ્તારોમાંથી 10 થી 12 કિમીની ઝડપે ફૂકાતાં ઠંડા પવનોના કારણે સિઝનમાં પહેલી વખત પારો 8.8 ડિગ્રી ઘટી 9.2 ડિગ્રી નોંધાયો હતો. ઠંડીનો પારો ગગડતાં વાતાવરણ ઠંડુંગાર થઈ ગયું હતું અને શહેરીજનો થીજી ગયા હતા.

શનિવારે મોડી રાતથી જ ઠંડા પવનોની અસર વર્તાઈ હતી. વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ પારો 9 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર સોમવારે પણ ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે ઉત્તરના પવનોના કારણે ઠંડીની તીવ્રતા યથાવત્ રહેવાની પણ સંભાવના છે. પહાડી વિસ્તારમાં થઈ રહેલી બરફ વર્ષાના કારણે શહેરમાં પણ આગામી સપ્તાહ સુધી ઠંડીનો પારો 9 થી 12 ડિગ્રીની આસપાસ જ રહેશે. શહેરમાં રવિવારે મહત્તમ તાપમાનનો પારો 2.5 ડિગ્રી ઘટીને 24.1 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 8.8 ડિગ્રી ઘટીને 9.2 ડિગ્રી નોંધાયો હતો.

છેલ્લાં 5 વર્ષમાં જાન્યુઆરીનો પારો
2021 9.8 ડિગ્રી (30 જાન્યુઆરી)
2020 9.8 ડિગ્રી (17 જાન્યુઆરી)
2019 7.6 ડિગ્રી (28 જાન્યુઆરી)
2018 10.0 ડિગ્રી (7 જાન્યુઆરી)
2017 6.5 ડિગ્રી (13 જાન્યુઆરી)

અન્ય સમાચારો પણ છે...