વિશ્વામિત્રીમાં 10 ઓગસ્ટે મહાકાય મગરનું મોત થયું હતું. તેનું કારણ ભલે સત્તાધીશોએ જાહેર કર્યું નથી, પણ વડોદરાના સરિસૃપ અને વન્યજીવોના રેસ્ક્યૂ સાથે સંકળાયેલા અને પર્યાવરણવિદો દ્વારા પ્રથમ વખત મૃત મગરની શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ અનોખો કાર્યક્રમ આ મગર જ્યાંથી મૃત મળ્યો હતો, તેની નજીક યવતેશ્વર મંદિરના કંપાઉન્ડ પાસેના રવિવારે સાંજે 5 વાગ્યે વિશ્વામિત્રી નદીના ઘાટ પાસે રખાયો છે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સફેદ વસ્ત્રોનો ડ્રેસ કોડ રખાયો છે.
આ વિશે વન્યજીવ તજજ્ઞ વિશાલ ઠાકુરે જણાવ્યું કે, ‘મગર અને વિશ્વામિત્રી નદી એ અનન્ય ઓળખ છે. મગર પ્રત્યે વડોદરાવાસીઓ સંવેદનશીલ બને અને તેમનું અસ્તિત્વ ખતરામાં મૂકાય તેવી હરકતો સામે જાગરૂક બને તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું છે.’
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.