તૈયારીઓ:વડોદરામાં 73 વર્ષમાં પ્રથમવાર જૂનીગઢીના શ્રીજીની વિસર્જન યાત્રા માત્ર 12 લોકો સાથે નીકળશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જૂનીગઢીના શ્રીજીનું વિસર્જન પૂર્વે મંગળવારે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. - Divya Bhaskar
જૂનીગઢીના શ્રીજીનું વિસર્જન પૂર્વે મંગળવારે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ.
  • અગાઉ વિસર્જનમાં હજારો લોકો જોડાતા હતા, આ વર્ષે ગાઇડ લાઇનના પાલન સાથે સંખ્યા સીમિત રહેશ
  • સાંજે 4 વાગ્યે મહાઆરતી પછી જૂનીગઢી ખાતે ડીજેના તાલે લોકો ઝૂમશે

73 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જૂનીગઢીના ગણપતિની વિસર્જન યાત્રા માત્ર 12 લોકો સાથે ટેમ્પામાં નીકળશે. કોરોના અગાઉ વિસર્જન યાત્રામાં હજારો લોકો જોડાતા હતા. 4 વાગ્યે મહા આરતી પછી જૂનીગઢી ખાતે જ ડીજેના તાલે લોકો ઝૂમશે.

શહેરની શાન સમા જૂનીગઢીના ગણપતિની સ્થાપના 1948માં કરાય હતી. ગત વર્ષે કોરોનાને પગલે સ્થાપના સ્થળ પાસે વિસર્જન કરાયું હતું. ચાલુ વર્ષે કોરોનાનો પ્રભાવ ઓછો થયો છે ત્યારે સરકારે કેટલીક છૂટછાટો આપી છે. જેના આધારે જૂનીગઢી મિત્ર મંડળ દ્વારા પણ ટેમ્પામાં માત્ર 12 લોકો સાથે જ વિસર્જન કરવા જવા માટેનો નિર્ણય કરાયો છે. જૂનીગઢી મિત્ર મંડળના પ્રમુખ વિકી શિંદેએ જણાવ્યું હતું કે, ગુરુવારે સાંજે 4 વાગ્યે આરતીનું આયોજન કરાયું છે, જેમાં સાંસદ, ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ, મેયર, ડે.મેયર, સ્થાયી અધ્યક્ષને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આરતી પછી ડીજેના તાલે સ્થાનિક લોકો વિસર્જનની ઉજવણી કરશે. 5.30 વાગ્યે ટેમ્પામાં માત્ર 12 લોકો નવલખી કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન કરવા જશે. દર વર્ષે સાતમા દિવસે જૂનીગઢીના ગણપતિનું વિસર્જન કરાતું હોય છે. શોભાયાત્રા સાથે શ્રીજી વિસર્જનની સવારી નીકળતી હોય છે. જોકે કોરોના મહામારીને પગલે પ્રથમ વખત આટલા ઓછો લોકો વિસર્જનમાં જોડાશે.

સાંજ પહેલાં વિસર્જન પૂર્ણ કરી દેવાશે
ડીસીપી ઝોન-4 લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું કે, જૂનીગઢીના ગણપતિના વિસર્જન માટે સ્થાનિક ઉપરાંત બહારથી આવેલા પોલીસ ફોર્સનો બંદોબસ્ત રખાયો છે. સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વિસર્જન કરાય તેવાં તમામ પગલાં લેવાયા છે. શાંતિ સમિતિની બેઠક તથા આયોજકો સાથે બેઠક કરી પૂર્વ તૈયારી કરી દેવાઇ છે. વિસર્જન માટે દરેકને સમય અપાયો છે અને તે મુજબ સાંજ પહેલા વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...