તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં ભગવાન જગન્નાથની નગરચર્યા:40 વર્ષમાં પહેલીવાર 10 હજાર કિલોનો રથ રેશમનાં 200 ફૂટ લાંબાં દોરડાં વડે ખેંચાશે

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કફર્યૂ વચ્ચે આજે શહેરમાં ભગવાન જગન્નાથની નગરચર્યા, સવારે 9 વાગે રેલવે સ્ટેશનથી શરૂ થઈને 11 વાગે બગીખાના ખાતે સમાપન
  • આ વખતે રથ રસ્તામાં ક્યાંય ઊભો નહીં રહે, ભક્તોએ પણ પોતાના ઘરે રહી ભગવાનના ઓનલાઇન દર્શન કરવા પડશે

આવતીકાલે રથયાત્રાના 40 વર્ષના ઇતિહાસમાં ઇસ્કોન મંદિર દ્વારા નગરચર્યાએ નીકળતા ભગવાન જગન્નાથજીનો રથ રેશમના દોરડાથી રથ ખેંચવામાં આવશે. અત્યાર સુધી ભગવાનના પારણાને ઝૂલાવવા માટે રેશમની દોરનો ઉપયોગ થતો હતો, હવે પહેલીવાર રથ ખેંચવામાં આવશે.

ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની 40મી રથયાત્રા કર્ફ્યુ વચ્ચે યોજાશે. રથયાત્રા સવારે 9 વાગે રેલવે સ્ટેશનથી શરૂ થઈને 11 વાગે બગીખાના ખાતે પૂરી થશે. રથયાત્રામાં રથ ક્યાંય ઊભો નહીં રહે, કોઈ પ્રસાદનું વિતરણ નહીં થાય. ભક્તોને પણ પોતાના ઘરોમાં રહીને ઓનલાઈન દર્શન કરવા પડશે. શહેરના સયાજીગંજ, નવાપુરા, રાવપુરા, વાડી, કારેલીબાગ વિસ્તારોમાં સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી કર્ફ્યુ રહેવાનો છે

આ રેશમના દોરડા વડે 10 હજાર કિલોગ્રામ વજન ધરાવતો રથ 6 કિલોમીટર સુધી ખેંચાશે. આ દોરડાને નડિયાદથી ખાસ કારીગરો દ્વારા તૈયાર કરીને મોકલાયાં છે. 100 ફૂટ લાંબા આ શણના એક દોરડાનું વજન 35 કિલોગ્રામ જેટલું છે. આ વિશે ઇસ્કોનના મુખ્ય વ્યવસ્થાપક સ્વામી નિત્યાનંદજી મહારાજે જણાવ્યું કે, ‘અગાઉ શણના દોરડા એકાદ વર્ષમાં ખરાબ થઇ જતા હતા. તેના પર પાણી પડતું અને ઉંદરો કાતરી ખાતા હતા. તેથી આ વર્ષે પહેલીવાર રેશમ (હીર)ના દોરડાનો ઉપયોગ કરવા જઇ રહ્યાં છે. આ મજબૂત તો હશે પણ સાથે જ બેથી ત્રણ વર્ષ સુધી ચાલશે.’

રથયાત્રાનો કાર્યક્રમ

  • સવારે 4:30 મંગળા આરતી
  • સવારે 7:20 શૃંગાર આરતી
  • સવારે 7:30 મંદિરના દ્વાર બંધ થશે
  • સવારે 7:45 ભગવાનને રથ સુધી લઈ જવાશે
  • સવારે 8:00 રેલ્વે સ્ટેશન પાસે પહિંદ વિધી પુરી કરી 9.00 વાગે યાત્રાનો પ્રારંભ
  • સવારે 11:00 બગીખાના રથયાત્રા સમાપ્ત થશે

કર્ફ્યુના પગલે લોકોએ રાતે દૂધ લેવા લાઈનો લગાવી
બરોડા ડેરી અને પોલીસ તંત્ર વચ્ચે રવિવારે મળેલી બેઠક બાદ કર્ફ્યુ વિસ્તારમાં લોકોને સવારે 6 વાગ્યા સુધી દૂધ આપવા નિર્ણય લેવાયો હતો. જે પછી ડેરી દ્વારા સોમવારે વહેલી સવારે 3થી 4માં સયાજીગંજ, રાવપુરા, નવાપુરા, વાડી અને કારેલીબાગનાં દૂધ કેન્દ્રો પર દૂધ પહોંચાડી દીધું હતું. રોડ પર અને કેબીન ધરાવી દૂધ વેચતા લોકોએ સવારે 6 વાગ્યા સુધી દૂધનું વિતરણ કર્યું હતું. કર્ફ્યુ વિસ્તારમાં લોકોએ મોટાભાગે રાતે 10 વાગ્યા પહેલાં દૂધ ખરીદવા લાઇનો લગાવી હતી.

કેમ રેશમનું દોરડું ? 2008માં શણનાં બંને દોરડાં તૂટ્યાં હતાં
13 વર્ષ પૂર્વે 2008માં રથયાત્રા શરૂ થયાની ગણતરીની મિનિટોમાં સ્ટેશન પાસે રથનાં બંને દોરડાં તૂટી ગયાં હતાં, જેમાં દોરડું ખેંચતા 20-25 ભક્ત પડી ગયા હતા.આ વર્ષથી રેશમનું દોરડું વપરાશે,જે વધુ મજબૂત તથા પકડવામાં મુલાયમ છે.

અન્ય સમાચારો પણ છે...