તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિન્ડીકેટની ચૂંટણી:MSUમાં ભાજપના બે જૂથ વચ્ચે સમાધાન થતાં 35 વર્ષમાં પહેલીવાર સિન્ડીકેટની 10 બેઠક બિનહરીફ

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે પાલિકાની ચૂંટણી પહેલાં સિન્ડિકેટની સર્જરી પાર પાડી
 • 4 બેઠકો માટે 25 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે
 • ટીચર્સ કેટેગરીમાં એક ઉમેદવારી પત્ર ભરાતાં 4 બેઠકો બિન હરીફ ના થઇ શકી
 • સંકલન સમિતિને 4 બેઠકો ફાળવવામાં આવી

25 ફેબ્રુઆરીએ યોજાનાર મ. સ. યુનિવર્સિટીની 14 બેઠકો માટે યોજાનારી સિન્ડીકેટની ચૂંટણીમાં ભાજપા સમર્થક 10 ઉમેદવારો બિન હરીફ જાહેર થયા હતા. ચાર બેઠકો માટે તા.25 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. 35 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર 10 બેઠકો બિન હરીફ જાહેર થઇ છે.મ. સ. યુનિવર્સિટીની મહત્વની ગણાતી સિન્ડીકેટની ચૂંટણી માટે બુધવારે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ હતો. હવે તા. 25 ફેબ્રુઆરીના રોજ ટીચર્સ કેટેગરીની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે.

સિન્ડીકેટની ચૂંટણીમાં 86 જેટલા યુનિવર્સિટીના સેનેટ સભ્યો દ્વારા મતદાન કરવામાં આવે છે. ચૂંટણી પૂર્વેજ બિન હરીફ જાહેર થયેલા ઉમેદવારોમાં હેડ વિભાગની એક બેઠક ઉપર ડો. સત્યજીત ચૌધરી, જનરલ કેટેગરીની 6 બેઠકમાં બિન હરીફ જાહેર થયેલા ઉમેદવારોમાં ડો. દિનેશ જાદવ, જીગર ઇનામદાર, સત્યેન કુલાબકર, મયંક પટેલ, હસમુખ વાઘેલા અને ડો. મિતેષ શાહનો સમાવેશ થાય છે. જ્યારે ડીન વિભાગની બે બેઠકોમાં બિન હરીફ જાહેર થયેલા વિભાગમાં પ્રોફેસર આર.સી. પટેલ અને ડો. હેમંત માથુરનો સમાવેશ થાય છે.

તેમજ પ્રિન્સિપાલ વિભાગની એક બેઠકમાં વિરેન્દ્રસિંહ ખેર બિન હરીફ જાહેર થયા હતા. અને પ્રોફેસર કેટેગરીમાં ડો. રંજન ઐયર બિન હરીફ જાહેર થયા હતા.યુનિ.માં ભાજપના જ બે જૂથો વચ્ચે વિખવાદ ચાલતો હતો તેનો અંત આવ્યો છે. સત્તાધારી જૂથ અને સંકલન સમિતિ વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે ચાર બેઠકો સંકલન સમિતિને આપવામાં આવી હતી. જેમાં શિક્ષક કેટેગરીમાં દિલીપ કટારીયા,ચેતન સોમાણી અને જનરલ કેટેગરીમાં હસમુખ વાઘેલા,ડો. મિતેષ શાહનો સમાવેશ થાય છે.

ટીચર્સ કેટેગરીમાં 4 બેઠકો પર પાંચ ઉમેદવારો હોવાથી 25 મી તારીખે મતદાન યોજાશે. ભાજપ સર્મપિત 4 ઉમેદવારો સિવાય કોંગ્રેસના એક ઉમેદવાર નિકુલ પટેલ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી યોજવાનો વારો આવ્યો છે.સિન્ડીકેટની ચૂંટણી યોજાય તે પૂર્વેજ વિવિધ કેટેગરીમાં ભાજપા સમર્થક 10 ઉમેદવારો બિન હરીફ જાહેર થતાં શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ યુનિવર્સીટી હેડ ઓફિસ ખાતે પહોંચી ગયા હતા. અને બિન હરીફ જાહેર થયેલા તમામ ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો