તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:પહેલીવાર બોર્ડની પરીક્ષા પૂર્વે 5 પેપર મોકલી પ્રેક્ટિસ ટેસ્ટ લેવાશે

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બોર્ડના પરીક્ષાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા નવતર પ્રયોગ
 • એક્સપર્ટ શિક્ષકોએ તૈયાર કરેલાં 5 પ્રશ્નપત્ર તમામ સ્કૂલોને મોકલાશે

બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને ડીઇઓએ તમામ આચાર્ય સાથે ઓનલાઇન બેઠક કરી હતી. એક્સપર્ટ શિક્ષકોએ તૈયાર કરેલા 5 પ્રશ્નપત્રો તમામ સ્કૂલોને મોકલાશે. બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ આવે તે માટે તેઓને ઓનલાઇન પ્રશ્નપત્ર મોકલીને પરીક્ષા લેવાશે, જેની ચકાસણી સ્કૂલના જ શિક્ષકો દ્વારા કરી પરિણામ અપાશે.

મે મહિનામાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા યોજાવાની છે તે પૂર્વે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શહેર-જિલ્લાની 250 જેટલી સ્કૂલોના આચાર્યો સાથે ઓનલાઇન બેઠક યોજાઈ હતી. વિદ્યાર્થીઓમાં કોરોનાનો હાઉ ઊભો ન થાય અને સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપી શકે તેવા પ્રયાસો શરૂ કરાયા છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 60 શિક્ષકોની મદદથી ધોરણ 10-12નાં પેપરો તૈયાર કરાવાયાં છે. દરેક સ્કૂલોને 5 પેપરોના સેટ પહોંચાડવામાં આવશે. સ્કૂલો દ્વારા તેમના વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રશ્નો પહોંચાડાશે, જેના જવાબો લખીને વિદ્યાર્થીઓએ પરત કરવા પડશે. ત્યારબાદ સ્કૂલોના શિક્ષકો દ્વારા જ પેપરોની ચકાસણી કરવામાં આવશે અને પરિણામ જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો