• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • For The First Time, A Database Of Thousands Of Vadodara Elders Will Be Created Using Geo tagging Technique, Currently 250 Trees Have Been Identified.

ભાસ્કર વિશેષ:પહેલીવાર વડોદરાનાં હજારો વડનો જિઓ ટેગિંગ ટેક્નિક વડે ડેટાબેઝ તૈયાર કરાશે,હાલ 250 વૃક્ષ ઓળખી કઢાયાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવરચના યુનિ.ની સ્કૂલ ઓફ એન્વાયર્ન્મેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર દ્વારા પ્રયાસ

વડોદરાની ઓળખ સમા વડનાં વૃક્ષોનો પહેલીવાર શહેરમાં જ ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. નવરચના યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્વાયર્ન્મેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર (SEDA)ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આધુનિક ટેક્નોલોજીની મદદથી આ કામગીરી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ ટીમના વિદ્યાર્થીઓ દ્વારા આવાં 250 વૃક્ષો ઓળખી કઢાયાં છે.

આ વિશે આ પ્રોજેક્ટનાં ઇન્ચાર્જ અને યુનિવર્સિટીના ફેકલ્ટી પ્રજ્ઞા શંકરે જણાવ્યું કે, ‘આ ડેટાબેઝ તૈયાર કર્યા બાદ તમામ વડ કેવી સ્થિતિમાં છે તે જાણી શકાશે. આ ઉપરાંત આ માહિતી પર્યાવરણીય દૃષ્ટિએ પણ ઉપયોગી પુરવાર થશે. આ માટેની વેબસાઇટ www.vadofvadodara.com પર જેમ જેમ લોકો પોતે જોયેલા વડ રજિસ્ટર કરતાં જશે તેમ તેમ વેબસાઇટ પર જ લોકો વડોનાં લોકેશન જોઇ શકશે. આ બાબત તંત્રને પણ ઉપયોગી થશે.’ આ વિશે નવરચના યુનિવર્સિટીના SEDAના ડીન પ્રો. પ્રત્યુષ શંકરે જણાવ્યું કે, ‘આ માટે જિઓ ટેગિંગ એપ મોબાઇલમાં ડાઉનલોડ કરવી પડશે. આ જાહેર ભાગીદારીનો પ્રોજેક્ટ છે. નાગરિકો માત્ર સ્માર્ટ ફોનનો ઉપયોગ કરીને વટવૃક્ષો ધરાવતા શહેરનો નકશો બનાવવામાં મદદ કરી શકશે.’

કેવી રીતે વડનું રજિસ્ટ્રેશન કરાવી શકાશે?

  • રસ્તા કે કોઇ વિસ્તાર પર વડનું વૃક્ષ દેખાય તો ત્યાંથી ગુગલ મેપ્સ પર લોકેશન પર આંગળી દબાવી રાખતાં પિન આવશે તેની કોપી વેબસાઇટ પર મોકલવાની રહેશે.
  • વડનું લોકેશન જોયા બાદ તે લોકેશન આ વેબસાઇટ પર મેઇલ કરી શકાશે.
  • વડનો ફોટો ક્લિક કરી વેબસાઇટ પર મોકલાશે તો પણ સમાવેશ થશે.

યુનિ.ના સેન્ટર ફોર હેરિટેજ રિસર્ચ દ્વારા હેરિટેજ સપ્તાહની ઉજવણી
17થી 19 સુધી આ ઉજવણી કરાઈ રહી છે. આ નિમિત્તે નવરચના યુનિ.માં હેરિટેજ વીકેન્ડ પ્રદર્શન યોજાશે. નવરચના એજ્યુ.સોસાયટીનાં અધ્યક્ષ તેજલ અમીને જણાવ્યું કે, બ્રિટિશ આર્કિટેક્ટ લૌરી બેકરે વડોદરામાં 1960-70માં કેટલીક ઇમારત ડિઝાઇન કરી હતી. શનિવારે 9 વાગ્યાથી શરૂ થતી હેરિટેજ વોકમાં આ ઇમારતોને પણ દર્શાવાશે. પ્રતાપનગર રેલવે સ્ટેશન પર વોકિંગ ટુરનું આયોજન કરાશે.

અન્ય સમાચારો પણ છે...