તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષકોનું જોડાણ:પાલિકા ચૂંટણીમાં પ્રથમવાર યુનિ.ના 1000 શિક્ષક જોડાશે

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • સ્કૂલોના 2000 શિક્ષકોને પણ ચૂંટણી ફરજ સોંપાઈ
  • આજથી તબક્કાવાર શિક્ષકોની ટ્રેનિંગ શરૂ થશે

યુનિ.ના1000 શિક્ષકો સ્કૂલોના 2000 શિક્ષકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરજ બજાવશે. બુધવારથી તબક્કાવાર શિક્ષકોની ટ્રેનીંગ શરૂ કરાશે.21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી કોર્પોરેશનની ચૂંટણીઓ માટે એમ.એસ.યુનિવર્સિટીના 1000 અધ્યાપકો અને શહેરની 300 સ્કૂલોના 2 હજાર કરતાં વધારે શિક્ષકોને ચૂંટણીલક્ષી ફરજો સોંપાઇ છે. ચૂંટણીઓની જાહેરાત પહેલા જ ટ્રેનીંગ શરૂ કરી દેવાઇ હતી. બુથ લેવલ ઓફીસર,આસીસ્ટન્ટ ઝોનલ,ઝોનલ ઓફિસર તરીકેની ફરજો શિક્ષકોને સોંપાય છે.

વિધાનસભા,લોકસભા કે સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓમાં સૌથી વધારે સંખ્યામાં શિક્ષકોને ફરજો સોપાય છે. સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓમાં 3 હજાર કરતા વધારે શિક્ષકો ફરજ બજાવશે. યુનિ.માં હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે જેથી તબક્કાવાર શિક્ષકોને ટ્રેનીંગમાં મોકલાશે.

ઝોનલ અધિકારી દ્વારા આસી.ઝોનલ અધિકારીઓને સાથે રાખીને બુથ તૈયાર કરવાની તૈયારી કરાય છે. આસી.ઝોનલ દ્વારા તમામ કામગીરી સંભાળવામાં આવતી હોય છે. ઇલેકશનના 15 દિવસ પહેલા પ્રીસાઇડીંગ ઓફીસરોને તાલીમ આપવામાં આવતી હોય છે. ઇલેકશનના દિવસે બુથમાં પ્રીસાઇડીંગ ઓફીસર,બે આસી.પ્રીસાઇડીંગ ઓફીસર,બેપોલીગ ઓફીસર અને એક પટાવાળા ફરજ બજાવતા હોય છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના અધ્યાપકોને પ્રથમ વાર કોર્પોરેશનની ચૂંટણીમાં ફરજ સોંપવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો