સોખડા મંદિર વિવાદ:8 દિવસ સુધી પોલીસે FIR જ ન નોંધી, 4 સંત સહિત 13 સામે કોર્ટમાં ફરિયાદ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સેવકને માર મારવાના બનાવમાં પોલીસે માત્ર નિવેદનો જ લીધાં
  • આજસુધી શું તપાસ કરી તેનો રિપોર્ટ 7 દિવસમાં રજૂ કરવા તાલુકા પોલીસને કોર્ટનો આદેશ

હરિધામ-સોખડામાં 6 જાન્યુઆરીના રોજ ચાર સંતોએ ભેગા થઈને સેવકને મારમારવાની ઘટનાને 8 દિવસ પૂરા થઈ ગયા બાદ પણ અનુજ અને તેનો પરિવાર ભૂગર્ભમાંથી બહાર આવી પોલીસ સમક્ષ નિવેદન આપ્યું નથી.બીજી તરફ પોલીસે તેના ઘરે બે વખત નિવેદન આપવાની નોટિસ પાઠવી છે. ત્યારે બુધવારે અનુજે વકીલ મારફતે પોલીસ યોગ્ય તપાસ નથી કરી રહી તેવી ફરિયાદ સાથે કોર્ટમાં હરિધામ સોખડાના સંતો સહિત કુલ 13 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે.

અનુજ ચૌહાણે 6 જાન્યુઆરીના રોજ પોતાની સાથે મારામારીનો જે બનાવ બન્યો તે અંગે જે તે સમયે તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તે અરજીના અનુસંધાનમાં પોલીસે એફઆઈઆર નોંધવાની કોઈ કાર્યવાહી ન કરતાં તેણે 12 જાન્યુઆરીના રોજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદના આધારે કોર્ટ દ્વારા પોલીસે આજદિન સુધી શું તપાસ કરી છે, તેનો રિપોર્ટ 7 દિવસમાં કોર્ટમાં રજૂ કરવા માટે હુકમ કરાયો છે.

અનુજ ચૌહાણે કોર્ટમાં પંકજ ઠાકોરભાઈ પટેલ, મનહર સોમાભાઈ પટેલ, પ્રભુપ્રિય સ્વામી, ભક્તિ વલ્લભસ્વામી, હરી સ્મરણસ્વામી, સ્વામી સ્વરૂપ સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી, વિરલ સ્વામી તેમજ અન્ય 4 થી 5 અન્ય સ્વામી (તમામ રહે. સોખડા સ્વામીનારાયણ મંદિર) સામે માર મારવા અંગે આઈપીસી કલમ 143, 147, 148, 149, 323, 506(2), 504 અને 114 મુજબ ફરિયાદની અરજ કરી છે. આ ફરિયાદ બાદ હવે પોલીસ દ્વારા આગામી દિવસોમાં કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

નોટિસ આપવા છતાં હાજર ન થતાં હવે પોલીસ પણ એક્શન મોડમાં
તાલુકા પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, અનુજે પોલીસ વિરૂધ્ધ કોર્ટમાં ફરિયાદ કરી છે તે અયોગ્ય છે. પોલીસે તેના નિવેદન નોંધવા માટે 8 અને 12 જાન્યુઆરીના રોજ તેના ઘરે બે વખત નોટીસ ચોટાડી છે.તેમ છતા તે પોલીસ સમક્ષ હાજર રહ્યો નથી. પોલીસે જો તેને જો કોઈ ડર હોય તો તે જે સ્થળે બોલાવે તે સ્થળે પોલીસ જઈને નિવેદન નોંધવા પણ તૈયાર છે. કોર્ટમાં પોલીસ વિરૂધ્ધ ફરિયાદ કરતા હવે પોલીસ પણ કોર્ટમાં જે તથ્યો છે તે સામે મુકશે. પોલીસે જણાવ્યું હતું કે, એક વિડિયોમાં અનુજે પોલીસના કામથી સંતુષ્ટ હોવાનું અને 7 દિવસમાં હાજર થઈ જવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...