તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા PI પત્ની ગુમ કેસ:પત્ની રાત્રે 9થી 10માં ઘરેથી નીકળ્યાના CCTV ફૂટેજ મળ્યાં, PIએ કહ્યું - રાત્રે 1 વાગ્યા બાદ ગુમ થયાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુમ થયેલી યુવતીના પતિની તસવીર - Divya Bhaskar
ગુમ થયેલી યુવતીના પતિની તસવીર
  • PIના પત્ની સ્વિટીબેન પટેલ જોવા મળ્યા હોવાના પોલીસને રોજના 40 ફોન કોલ્સ મળે છે
  • પેટલાદ, અમદાવાદ શહેર અને પાટણમાં જોવા મળ્યા હોવાના ફોન આવ્યા, દહેજ બાજુથી પણ ફોન આવ્યા

જીલ્લા પોલીસ તંત્રમાં એસઓજી શાખા અને કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા પીઆઇ એ.એ.દેસાઇના પત્ની સ્વિટી બેન પટેલ 1 માસથી ગુમ થઇ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ભેદભરમ ભરેલા બનાવમાં પીઆઇના પત્ની સ્વિટીબેન રાત્રે 9થી 10 વાગ્યાના અરસામાં ઘરેથી નીકળ્યા હોવાના ફૂટેજ પોલીસને મળ્યા છે. જયારે પીઆઇએ નિવેદનમાં કીધુ હતું કે રાત્રે 1 વાગ્ગા બાદ પત્ની ગુમ થઇ હતી.

PI દેસાઈનું કરજણ ખાતેની પ્રયોશા સોસાયટીમાં આવેલું નિવાસ્થાન હવે સૂનું પડી ગયું છે.
PI દેસાઈનું કરજણ ખાતેની પ્રયોશા સોસાયટીમાં આવેલું નિવાસ્થાન હવે સૂનું પડી ગયું છે.

એક માસ સુધી શોધખોળ કરાયા બાદ પણ સ્વિટી પટેલનો કોઇ પતો ના મળતાં આખરે તાજેતરમાં પોલીસે પેમ્પ્લેટ છપાવી તથા અખબારોમાં જાહેરાતો આપી ને લોકોને માહિતી આપવા અપિલ કરી હતી. પોલીસ રાજયભરમાં સ્વિટી પટેલની શોધખોળ કરી રહી છે અને વિવિધ શહેરોમાં તેઓ જોવા મળ્યા હોવાના રોજના પોલીસને 40થી વધુ ફોન મળી રહ્યા છે. પોલીસ આ સ્થળોએ ટીમો મોકલીને તપાસ કરાવી રહી છે પણ છેવટે ખાલી હાથે પરત ફરી રહી છે.

આ પણ વાંચોઃ PIના ગુમ પત્નીને શોધવા 150થી વધુ પોલીસ કર્મીએ દહેજના ગામો ખૂંદયા

સ્વીટી પટેલની તસવીર
સ્વીટી પટેલની તસવીર

પોલીસને પાટણ, પેટલાદ, અમદાવાદ શહેર સહિતના વિસ્તારોમાં સ્વિટીબેન જોવા મળ્યા હોવાના ફોન મળ્યા હતા જેથી પોલીસે તપાસ કરાવી હતી પણ કોઇ કડી મળી શકી ન હતી. બુધવારે પણ પોલીસને ફોન કોલ આવ્યા હતા જેથી પોલીસે તપાસ કરાવી હતી પણ તેમના જેવી કોઇ મહિલા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસ કોઇ પણ નાની માહિતીમળે તો તપાસ કરી રહી છે પણ હજું સુધી કોઇ કડી મળી શકી ન હતી. પોલીસે ઘટનાના તમામ મુદા ધ્યાનમાં રાખી તપાસને ગહન બનાવી છે.

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયામાં રહેતા સ્વીટીના પૂર્વ પતિ સાથે ભાસ્કરની વાત - સ્વીટી પુત્ર રિધમ સાથે દરરોજ સંપર્કમાં રહેતી હતી, છેલ્લે 4 જૂને વાત થઇ હતી

CCTVમાં રાત્રે 9થી10 વાગ્યાના અરસામાં કારમાં બેસતા જોવા મળ્યા
કરજણની પ્રયોશા સોસાયટીમાં પત્ની સ્વિટી બેન સાથે પીઆઇ એ.એ.દેસાઇ રહેતા હતા. સોસાયટીના રહીશો મુજબ બનાવના દિવસે રાત્રે 9 વાગ્યાથી 10 વાગ્યાના ગાળામાં સ્વિટીબેન કોઇ કારમાં બેસતા જોવા મળ્યા હતા. પોલીસે આ સીસીટીવી ફુટેજ પણ કબજે કર્યા છે. જો સ્વિટી બેન રાત્રે 9થી 10માં કોઇ કારમાં બેસતા જોવા મળ્યા હોય તો પીઆઇએ રાત્રે 1- વાગ્યાથી સવારે 8-30 વાગ્યા સુધીના ગાળામાં તેઓ ગુમ થયા હોવાનું કેમ જણાવ્યું તે વિશે પણ સવાલ ઉભો થયો છે. જો તેઓ રાત્રે 9થી 10ના ગાળામાં બહાર ગયા હોય અને થોડી વારમાં રાત્રે જ પરત ફર્યા હોય તે પણ બની શકે છે પણ સોસાયટી પાસે માત્ર 15 દિવસના જ ફૂટેજ હોવાથી વધુ વિગતો મળી શકી ન હતી.

આ પણ વાંચોઃ વડોદરામાં PIની પત્ની ગુમ કેસ:સ્વીટી જોવા મળ્યાના પોલીસને રોજના 40 ફોન મળે છે; પેટલાદ, અમદાવાદ,પાટણ અને દહેજમાં જોવા મળ્યા હોવાના ફોન આવ્યા

PIની પત્નીને સોસાયટીમાં કોઇની પણ સાથે સંબંધ ન હતો
સોસાયટીના સુત્રોએ જણાવ્યું હતું કે જે મકાનમાં પીઆઇ દેસાઇ રહેતા હતા તેની આસપાસના મકાનોમાં કોઇની પણ સાથે સ્વિટી બેનને સંપર્ક ન હતો અને તેઓ પોતાના ઘરની બહાર પણ ખાસ નિકળતા ન હતા. કોઇ પણ કામ હોય તો પીઆઇ દેસાઇ જ સોસાયટીની બહાર જોવા મળતા હતા. સોસાયટીના ઘણા લોકો તો તેમને ઓળખતા પણ ના હોવાનું જણાવ્યું હતું.

ભેદી સંજોગોમાં ગુમ થયેલા સ્વિટીબેનનો પાસપોર્ટ જૂન-20માં એકસપાયર થઇ ગયો
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે સ્વિટીબેનનો પાસપોર્ટ જુન, 2020માં જ એકસપાયર્ડ થઇ ગયો હતો જેથી તેઓ વિદેશમાં પણ જઇ સકે તેમ ના હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આમછતાં પોલીસે આ દિશામાં પણ તપાસ ચાલું રાખી હતી. તેમના નીકટના સ્વજનો તથા દંપતીની કોલ ડીટેઇલની માહિતી મેળવીને પણ ચકાસી રહી છે.

સ્વિટી સાથે ફૂલહાર બાદ PI દેસાઇએ બીજા લગ્ન કરી લેતાં દંપતી વચ્ચે તકરાર શરૂ થઇ
પીઆઇ દેસાઇએ 2016માં સ્વિટી બેન પટેલ સાથે ફુલ હાર કર્યા હતા પણ 2017માં તેમણે સમાજ રાહે અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા.બીજા લગ્ન કરતાં જ સ્વિટી બેને પીઆઇને બીજા પત્નીને છુટાછેડા આપી દઇ પોતાને કાયદેસરની પત્ની સ્વીકારવા આગ્રહ શરુ કરતાં બંને વચ્ચે ઝઘડા થવા માંડયા હતા.તેથી તેઓ ઘર છોડી જતા રહ્યાનું અનુમાન છે.

અજુગતું બન્યાની શંકા ઉપજાવતા સવાલો

  • બપોરે અચાનક દોઢસોથી વધુ પોલીસ કાફલ દહેજ તરફ કેમ જવા રવાના થયો ?
  • પોલીસ કાફલાને ડોગસ્ક્વોર્ડને સાથે રાખી સર્ચ કરવાની કેમ જરુર પડી ?
  • સોસાયટીના સીસી ટીવીમાં રાત્રે 9થી 10માં સ્વિટી બેન કોઇ કારમાં બેસતા જોવા મળ્યા છે અને પીઆઇએ તેઓ રાત્રે એકથી સવારે 8-30 વાગે ગુમ થયા હોવાનું કેમ કહ્યું
  • જો આત્મહત્યાનો બનાવ હોય તો દહેજ પંથકના ગામોમાં ઝાંડી ઝાંખરામાં સર્ચ કાર્યવાહી કરવાની જરુર કેમ પડી
  • પોલીસને પીઆઇ દેસાઇનો સીડીએસ ટેસ્ટ કરાવાની જરુર કેમ પડી અને ભવિષ્યમાં નાર્કો ટેસ્ટની પણ તૈયારી કેમ ?

પીઆઇ દેસાઇનો આજે ફરી સીડીએસ ટેસ્ટ થશે
પોલીસ પીઆઇ દેસાઇની વર્તણુંકનો સીડીએસ ટેસ્ટ કરાવવા બુધવારે ગાંધીનગર એફએસએલ ખાતે લઇ ગઇ હતી પણ સાંજ થઇ જતાં ટેસ્ટ અધુરો રહ્યો હતો જેથી આવતીકાલે ગુરુવારે ફરી ટેસ્ટ કરાવાશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...