વડોદરા:મંજુસર GIDC સ્થિત બોમ્બાર્ડિયર કંપનીમાં ફરીથી બપોરના ભોજન બાદ 35 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓને ફુડ પોઈઝનિંગ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોમ્બાર્ડિયર કંપનીમાં મંગળવારે રાત્રે જમ્યા બાદ 80 જેટલા કર્મચારીઓને ફૂડ પોઇઝનિંગ થતાં અફરતફરી મચી ગઇ હતી
  • ફૂડ પોઇઝનિંગ બાદ કર્મચારીઓએ ગળામાં દુખાવો, પેટમાં બળતરા અને માથામાં દુખાવાની ફરિયાદો કરી હતી
  • કંપનીના 7 કર્મચારીઓની હાલત ગંભીર જણાતા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા

વડાદરા જિલ્લાના સાવલી તાલુકાની મંજુસર જીઆઇડીસીમાં આવેલી બોમ્બાર્ડિયર કંપનીમાં ફરીથી આજે બપોરના ભોજન બાદ 35 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓને ફુડ પોઈઝનિંગ થયું છે. બોમ્બાર્ડિયર કંપનીમાં મંગળવારે રાત્રે જમ્યા બાદ 80 જેટલા કર્મચારીઓને ફૂડ પોઇઝનિંગ થતાં અફરતફરી મચી ગઇ હતી. ત્યારબાદ કર્મચારીઓએ ગળામાં દુખાવો, પેટમાં બળતરા અને માથામાં દુખાવાની ફરિયાદો કરી હતી. જેને પગલે કંપનીના ડોક્ટર મિલન ઠક્કર દોડી આવ્યા હતા અને કર્મચારીઓને પ્રાથમિક સારવાર આપી હતી, જોકે વધુ ગંભીર જણાતા 7 કર્મચારીઓને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આમ કાલે રાત બાદ આજે ફરીથી કર્મચારીઓને ફૂુડ પોઈઝનિંગ થતાં કંપનીમાં દોડધામ મચી ગઇ છે અને કામદારો રજા આપી દેવાઇ છે. બોમ્બાઈડર કંપનીમાં કેન્ટીનનો કોન્ટ્રાક્ટએક્સિલન્ટ એજન્સીનો ચાલે છે. 
વાઘોડિયાની શંકર પેકેજિંગમાં મંગળવારે રાત્રે 65 કામદારોને ફુડ પોઈઝનિંગ થયું હતું
ઉલ્લખનિય છે કે, વડોદરા જિલ્લાના વાઘોડિયા GIDCમાં આવેલી શંકર પેકેજિંગના કામદારોને મંગળવારે રાત્રે તબિયત લથડતા પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાયા હતા. જેમાં ત્રણ જેટલા કામદારોની તબિયત વધુ લથડતાં આઇસીયુમાં સારવાર અપાઈ રહી છે. શંકર પેકેજિંગના કામદારોને બપોરે લંચ સમયે કંપનીની કેન્ટિંગમાંથી જમવાનું આપવામાં આવ્યું હતું. ભોજન બાદ તમામ કામદારોમાં બેચેની માથાનો દુખવા, પેટનો દુખાવો અને ઉલ્ટી સાથે શરીરમાં અશક્તિની ફરીયાદ સાથે ચક્કર આવતા તમામ 65 જેટલા કામદારોને ખાનગી વાહનમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તમામનું ટેમ્પરેચર 40 ડિગ્રી ઉપર આવતા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. જે બાદ કંપનીએ તે કામદારને નોકરીમાંથી મુક્ત કર્યાં હતા. જોકે, કંપનીના એક્ઝિક્યુટિવ એડમિનિસ્ટ્રેટર વિશાલ ત્રિવેદીનું કહેવું છે કે, આવી કોઈ ઘટના કંપનીમાં બની નથી. આતો ટેમ્પરેચર વધી ગયું હતું એટલે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ બાબતે હું કોઈ ઇન્ટરવ્યું ના આપી શકું કહીં કંપનીનો લુલો બચાવ કર્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...