તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Food Department Checks Date, Poppy And Chickpea Shops In Vadodara On Holi Ghuleti Parva, Took 32 Samples And Sent Them To Lab For Testing

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરોડા:હોળી-ઘૂળેટી પર્વને લઇને વડોદરામાં ફૂડ વિભાગનું ખજૂર, ધાણી અને ચણાની દુકાનો પર ચેકિંગ, 32 નમૂના લઇને ચકાસણી માટે લેબમાં મોકલ્યા

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફૂડ વિભાગની ટીમે હોળી અને ધૂળેટી પર્વને અનુલક્ષીને ધાણી ખજૂર ચણા સહિતની ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા - Divya Bhaskar
ફૂડ વિભાગની ટીમે હોળી અને ધૂળેટી પર્વને અનુલક્ષીને ધાણી ખજૂર ચણા સહિતની ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા
 • ફૂડ વિભાગની ટીમે 24 દુકાનોમાં ચેકિંગ કરીને કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવા વેપારીઓને સૂચના આપી

વડોદરા મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે હોળી અને ધૂળેટી પર્વને અનુલક્ષીને શહેરમાં ધાણી ખજૂર ચણા સહિતની ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં 4 દિવસ સુધી ચાલેલી આ કામગીરીમાં 24 દુકાનોમાંથી 32 સેમ્પલો કબજે કરીને ચકાસણી અર્થે લેબોરેટરી માં મોકલી આપ્યા હતા .

પાલિકાની ફૂડ શાખાની ટીમે ચેકિંગ શરૂ કર્યું
આગામી હોળી ધૂળેટી પર્વને અનુલક્ષી નગરજનોના સ્વાસ્થયની કાળજી અંગે વડોદરા મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર તથા ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારમાં ટીમો બનાવી ધાણી, ખજૂર, હારડા, ચણા સેવ અને પતાસાનું વેચાણ કરતી દુકાનોમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

32 નમૂના લઇને ચકાસણી માટે લેબમાં મોકલ્યા
32 નમૂના લઇને ચકાસણી માટે લેબમાં મોકલ્યા

32 નમૂના લઇને ચકાસણી માટે લેબમાં મોકલ્યા
4 દિવસ દરમિયાન મકરપુરા, માંજલપુર, છાણી, ખંડેરાવ માર્કેટ, પાણીગેટ, ચોખંડી, ગોત્રી રોડ, ઇલોરાપાર્ક તેમજ હાથીખાના, આજવા રોડ, ફતેપુરા સહિતના વિસ્તારોમાં આવેલી 24 દુકાનોમાંથી પેકિંગ ખજૂર તેમજ ખજુર(લૂઝ), ધાણી, સેવ, ચણા, હારડા અને પતાસા મળીને 32 નમૂના લેવામાં આવ્યા હતા. જેને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઇન્સ્પેક્શન કામગીરી દરમિયાન તમામ ખાદ્ય પદાર્થના વેપારીઓને કોવિડ઼-19ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા સૂચના પણ આપવામાં આવી છે.

ફૂડ વિભાગની ટીમે 24 દુકાનોમાં ચેકિંગ કરીને કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવા વેપારીઓને સૂચના આપી
ફૂડ વિભાગની ટીમે 24 દુકાનોમાં ચેકિંગ કરીને કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવા વેપારીઓને સૂચના આપી
દુકાનોમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી
દુકાનોમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો