તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંભારણા:અહેમદ પેટલના નિધનને પગલે નાંદોદના કોંગ્રેસના ધારાસભ્ય ચોધાર આંસુએ રડી પડ્યા, કહ્યું: 'હવે મને પી.ડી. કહીને કોણ બોલાવશે

વડોદરા2 મહિનો પહેલા
અહેમદ પટેલના નિધનના સમાચાર સાંભળીને નાંદોદના કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી. વસાવા ચોંધાર આંસુએ રડ્યા - Divya Bhaskar
અહેમદ પટેલના નિધનના સમાચાર સાંભળીને નાંદોદના કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી. વસાવા ચોંધાર આંસુએ રડ્યા
  • નર્મદા અને ભરૂચ જિલ્લાના નેતાઓએ અહેમદ પટેલના યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદના નિધનના સમાચાર મળતા નાંદોદના કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી. વસાવા ચોધાર આંસુએ રડી પડ્યા હતા અને જણાવ્યું હતું કે, અહેમદ પટેલ હંમેશા ગરીબોના હમદર્દ રહ્યા છે. એક હજાર લોકોનું ટોળા વચ્ચે પણ તેઓ મને પી.ડી એવા સ્નેહભર્યા શબ્દોથી મને બોલાવતા, હવે મને પી.ડી. કહીને કોણ બોલાવશે.

ધારાસભ્ય પી.ડી. વસાવા ખુબ જ દુઃખી જોવા મળ્યા હતા
ધારાસભ્ય પી.ડી. વસાવા ખુબ જ દુઃખી જોવા મળ્યા હતા

અહેમદ પટેલ મારા માર્ગદર્શક અને રાજકીય ગુરૂ હતા: પી.ડી. વસાવા
નાંદોદના કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી. વસાવાએ જણાવ્યું હતું કે, અહેમદ પટેલ મારા માર્ગદર્શક અને રાજકીય ગુરૂ હતા. એમના નિધનથી નર્મદા અને ભરૂચ જિલ્લો શોકમાં ગરકાવ થઇ ગયો છે.

ગરીબ આદિવાસી પ્રજાની સાથે હું પણ નોંધારો થઈ ગયો છું: પી.ડી. વસાવા
વધુમાંએ જણાવ્યું હતું કે, તેઓ ગરીબોના દરેક દુઃખદર્દમાં સહભાગી બનતા હતા. જેથી ગરીબ આદિવાસી પ્રજાની સાથે હું પણ એમના વિના નોંધારો થઈ ગયો છું. તેમણે મારા જેવા હજારો લોકોને વિવિધ રાજકીય પદ આપ્યા હતા. તેઓ યુવાનોના માર્ગદર્શક હતા.

નર્મદા અને ભરૂચ જિલ્લાના નેતાઓએ અહેમદ પટેલના યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી
નર્મદા અને ભરૂચ જિલ્લાના નેતાઓએ અહેમદ પટેલના યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી

હવે આ વિસ્તારના પ્રશ્નો અમે કોને રજૂ કરીશું એ ચિંતા હવે સતાવી રહી છે.
પી.ડી. વસાવાએ જણાવ્યું હતું કે, કોઇપણ સામાન્ય માનવી પોતાની રજૂઆતો લઇને રડતી આંખે જાય તો એ હસતો હસતો બહાર નીકળતો હતો. કોઇપણ કામ લઈને જાવ પણ એમના મોઢા માંથી મેં ના શબ્દ કોઈ દિવસ સાંભળ્યો નથી. હવે ગરીબોની ચિંતા કરનારા જ હવે રહ્યા નથી, તો હવે આ વિસ્તારના પ્રશ્નો અમે કોને રજૂ કરીશું એ ચિંતા હવે સતાવી રહી છે. કોંગ્રેસ જ્યારે પણ મુશ્કેલીમાં હોય ત્યારે એહમદ પટેલે પોતાની સુઝબૂઝ અને આવડતથી મુશ્કેલીઓ દૂર કરી છે.

વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણા
વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણા

અહેમદ પટેલના માર્ગદર્શન હેઠળ મે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી
વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ જણાવ્યું હતું કે, અહેમદ પટેલની ખોટ ક્યારેય પણ ભરપાઇ થઇ શકે તેમ નથી. મને યાદ છે કે, અહેમદ પટેલની સાથે મે સતત 20 વર્ષ સુધી કામ કર્યું છે. અહેમદ પટેલના માર્ગદર્શન હેઠળ મે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારે અહેમદ પટેલના નિધનથી ભરૂચ જિલ્લો શોકમાં ગરકાવ થઇ ગયો છે. તેઓએ ભરૂચ જિલ્લાનું નેતૃત્વ ગુજરાત જ નહીં ભારત સુધી કર્યું હતું. વિશ્વસનિયતા અને પ્રમાણિકતા ધરાવતા તેઓ હંમેશા દરેક ઘર્મનું આદર કરતા હતા. નાની ઉંમરે લોકસભાના સાંસદ બન્યા હતા અને યુવા કોંગ્રેસથી લઇને પ્રદેશ પ્રમુખથી સુધી સક્રિય રહ્યા છે. ભરૂચ જિલ્લાના પ્રાણ પ્રશ્નો તેમના હ્રદયમાં હતા. તેઓ મારા રાજકીય સલાહકાર હતા.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા

ભરૂચને અહેમદ પટેલની ખુબ જરૂર હતી. તેમની ખોટ ખુબ પડશે
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે, ભરૂચના પનોતા પુત્ર અહેમદ પટેલના નિધનના સમાચારને લઇને શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમના જેના નેતાની ભરૂચને ખુબ જ જરૂર હતી. તેમની ખોટ ખુબ પડશે. તેમના પરિવાર પર દુઃખની આફત આવી પડી છે, પ્રભુને પ્રાર્થના કરૂ છું કે, તેમને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser