તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્ફ્યુની અસર:કર્ફ્યુને પગલે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રાફિક 70% ઘટ્યો

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાહનોની અવર-જવર ઘટી જતાં એક્સપ્રેસ વે સૂમસામ બન્યો
  • ટોલ પ્લાઝાની રોજની 20 લાખની આવકમાં 80%નો ઘટાડો

કોરોના મહામારીને પગલે અમદાવાદમાં વકરેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 57 કલાકનો કર્ફ્યુ જાહેર કરાતા તેની અસર એક્સપ્રેસ વેના ટ્રાફિક ઉપર પડી છે. વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પર ટ્રાફિકમાં ઘટાડો થયો છે, જ્યારે શનિવારે રાત્રે વડોદરામાં રાત્રી કર્ફ્યુ શરૂ થતા વધુ 10 ટકા વાહનો ઘટયા હોવાનું એક્સપ્રેસના સત્તાધીશોએ જણાવ્યું હતું.

એક્સપ્રેસ નેશનલ ઓથોરિટીની અંદરમાં આવતો હોવાથી તેનો ટોલ અને કામકાજ ચાલુ રખાયું છે. વડોદરાથી અમદાવાદ માટે રોજ 32 હજાર વાહનો અવર-જવર કરતા હતા, જ્યારે ટોલ પ્લાઝાની રોજની આવક રૂપિયા 20 લાખ જેટલી થતી હતી. જે આવકમાં શનિવારે રાત્રે 9 વાગ્યાથી 80 ટકા જેટલો ઘટાડો થવાનો અંદાજ છે. ટોલ પ્લાઝાના સત્તાધીશો મુજબ રાજસ્થાનમાં પણ 144ની કલમ લાગુ કરાતા રાજસ્થાન તરફથી આવતો ટ્રાફિક પણ ઘટશે જોકે માર્ગો આવેલા પ્રવાસીઓ અને વાહનોને આવાની રાજસ્થાન સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો