ફાઇન આર્ટસમાં આર્ટ વર્કના વિવાદમાં 9 સભ્યોની સત્યશોધક કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં વિદ્યાર્થી, ફેકલ્ટી ડીન, અધ્યાપકે સતત નિવેદનો બદલ્યા હોવાનું બહાર આવતાં પ્રકરણ શંકા ઉપજાવે તેવું છે. જેની નોંધ સત્ય શોધક કમીટીએ લીધી છે. સ્કલ્ચર વિભાગના હેડ શાંન્તા સરવૈયાએ કમીટીને પ્રથમ દિવસે ફેકલ્ટીમાં જણાવ્યું કે આર્ટ વર્ક જોયા પછી સવારે કઢાવી લીધું હતું.
જયારે બીજીવાર કમીટી સમક્ષ હાજર થયા ત્યારે જયુરીએ જોયા પછી તેમના કહેવાથી બપોરે આર્ટ વર્ક કાઢવાની સૂચના આપી હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિભાગમાં વાતને તોડી-મરોડીને રજૂ કરાઇ રહી છે. વિવિધ રીતે બતાવાઇ છે. જેમાં મને કોઈ ખબર પડતી નથી. હું નિવેદન આપવા માંગતી નથી. મારે આમાં કોઈ પ્રકારે સામેલ થવું નથી.
ડીન જયરામ પૌંડવાલે કહ્યું હતું કે, ફેકલ્ટીમાં ચિત્રોને લઇને વિવાદ થયો છે તેની મને જાણ ના હતી. વીસીના ફોન બાદ ખબર પડી અને હું ગયો હતો. એક મહિનાથી કામ ચાલુ હતું, મને કેવી રીતે ખબર હોય. વિવાદના દિવસે અમે તમામ વિભાગમાં તપાસ કરી હતી. અંદાજો ના હતો કે સ્કપ્લચર વિભાગના હતા. 4 વાગ્યે અધ્યાપિકાને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું હતું. શુક્ર-શનિ દિલ્હી કોન્ફીડન્સયલ કામે જવાનું હતું જે અંગે વીસી-રજિસ્ટ્રારને જાણ કરી હતી.
વિદ્યાર્થી કુન્દનકુમાર યાદવે કમિટી સમક્ષ જણાવ્યું હતું કે હું એક મહિનાથી કામ કરતો હતો. જયુરીએ કહ્યું કે આ કામ યોગ્ય નથી જેથી મેં કાઢ્યું હતું. મને ખબર ના હતી આ વર્કથી વિવાદ થશે નહિ તો હું ના બનાવત. મારી ભૂલ થઇ ગઇ છે હવે ફરીથી આ પ્રકારનું વર્ક નહિ બનાવું.
ફેકલ્ટી ડીન જયરામ પોંડુવાલ
વિવાદ પ્રથમ દિવસે કહ્યું, કે અમારે ત્યાં ચિત્રો બન્યાં જ નથી, વાઇરલ ફોટોમાં દેખાતી દિવાલ ફેકલ્ટીની નથી.
કમિટી સમક્ષ કહ્યું - મને કેવી રીતે ખબર હોય કે ચિત્રો બની રહ્યા છે. જેને હવાલો સોંપાયો હતો તેમણે પણ જણાવ્યું નથી.
અધ્યાપિકા શાંતા સરવૈયા
કમિટી સમક્ષ પ્રથમ નિવેદનમાં કહ્યું, વિદ્યાર્થી પાસે સવારે જ ચિત્ર કઢાવી નાખ્યા હતા.
બીજીવારના નિવેદનમાં કહ્યું, કે વિદ્યાર્થીનો એસેસમેન્ટમાં નંબર આવ્યો પછી જયુરીએ વાંધો ઉઠાવતા ચિત્રો બપોરે કઢાવ્યા હતા.
વિદ્યાર્થી કુન્દનકુમાર યાદવ
પોલીસ ફરિયાદ પ્રમાણે આર્ટસના વિદ્યાર્થીએ ફરી વાર પણ આ પ્રકારના પેઇન્ટિંગ બનાવીશ તેવું જણાવ્યું છે
કમિટી સમક્ષ કહ્યું હતું કે..મારી ભૂલ થઇ ગઇ હું આવા ચિત્રો ફરી નહીં બનાવું તેવું નિવેદન આપ્યું હતું.
સ્કપ્લચર વિભાગમાં 12 વર્ષથી કાયમી હેડ નથી
સ્કપ્લચર વિભાગમાં 12 વર્ષથી હેડ નથી. જેથી જે પણ ડીન બને તેની પાસે વડાનો હવાલો હોય છે અને ડીન અધ્યાપકને કાર્યભાર સોંપે છે. વર્તમાન ડીને પણ અધ્યાપિકા શાંતા સરવૈયાને કાર્યભાર સોંપ્યો હતો જોકે તેની જાણ યુનિવર્સિટીને કરવામાં આવી ન હતી.
રિપોર્ટમાં કઇ કઇ મહત્ત્વનો નોંધ કરાઇ ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.