તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Following Heavy Rain Forecast In Vadodara District, Additional Collector Instructed The Administration To Be Vigilant And Take All Precautionary Measures.

તંત્ર એલર્ટ:વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે અધિક કલેક્ટરે વહીવટી તંત્રને સતર્ક રહેવા અને તકેદારીના તમામ પગલાં લેવા સૂચના આપી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં આજે સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે - Divya Bhaskar
વડોદરામાં આજે સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે
  • અધિકારીઓને શનિ-રવિના બે દિવસ દરમિયાન હેડ કવાર્ટરમાં ઉપસ્થિત રહેવા ખાસ સૂચના

વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દર્શાવતી આગાહીના સંદર્ભમાં નિવાસી અધિક કલેક્ટર દિલીપ પટેલે વડોદરા જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા અને જરૂરિયાત પ્રમાણે તકેદારીના તમામ પગલાં લેવા સૂચના આપી છે. તેમણે વડોદરા જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓને શનિ-રવિના બે દિવસ દરમિયાન હેડ કવાર્ટરમાં ઉપસ્થિત રહેવા ખાસ સૂચના આપી છે.

સંબધિત વિભાગોને એલર્ટ રહેવા સૂચના અપાઇ
આ સંદર્ભમાં વડોદરા કલેક્ટર કચેરીમાં કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા તમામ તાલુકા તંત્રોને સાવધ કરતાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા વડોદરા જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને મળેલ મેસેજમાં આગામી બે-ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને અનુલક્ષીને વડોદરા જિલ્લામાં તમામ સંબધિત વિભાગોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવે છે.

જાનહાનિ થવાની સંભાવના ટાળવાની તમામ તકેદારીઓ લેવા સૂચના
આ બાબતે તમામ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમના નંબરો ચાલુ રહે તથા જે-તે ફરજ પરના કર્મચારી હાજર રહે તે સુનિશ્રિત કરી લેવા જણાવવામાં આવ્યું છે. કંટ્રોલ રૂમ પરથી તલાટી મારફત ગ્રામ્ય કક્ષા સુધી મેસેજ પહોંચાડીને લોકોને ગાજવીજ થાય તે સમયે પોતાના ઘરમાં જ રહેવા સજાગ કરવા અને ગાજવીજ દરમિયાન વૃક્ષો નીચે કે ઇલેક્ટ્રીક વાયરો અને થાભંલા પાસે ઉભુ ન રહેવુ જોઇએ એવી માહિતી પહોંચાડીને જાનહાનિ થવાની સંભાવના ટાળવાની તમામ તકેદારીઓ લેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કોઇપણ નુકસાન થાય તો તાત્કાલિક વડોદરા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવા જણાવવામાં આવ્યું છે.

વડોદરામાં સવારથી ધીમીધારે વરસાદ
વડોદરા શહેરના કારેલીબાગ, કાવપુરા, ફતેગંજ, વાઘોડિયા રોડ, આજવા રોડ, વાસણા રોડ સહિતના તમામ વિસ્તારોમાં આજે સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત મકરપુરા, માણેજા, માંજલપુર વિસ્તારમાં સવારે ભારે વરસાદી ઝાપટુ પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...