કોરોના કાળમાં મળેલા સમયનો સદ્દઉપયોગ કરીને વડોદરાના સંગીત પ્રેમી યુવાને 13 એપ્રિલથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિ માટે રમવા આવો માળી ભક્તિ ગીતે માતાજીના ભક્તોમાં ભારે લોકપ્રિય બન્યું છે. યુવાને જણાવ્યું હતું કે, પહેલાં મારી બિઝનેસમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા હતી, પરંતુ, માતાજીની આરાધના કરતાં ડાકલા સાથેના ભક્તિ ગીતને મળેલી લોકપ્રિયતા બાદ હવે હું સંગીત શેત્રે કારકિર્દી બનાવવા માગુ છું. સંગીતના આ માર્ગમાં મને જાણીતા લોક ગાયક કિર્તીદાન ગઢવી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
કિર્તીદાન ગઢવી કહે છે કે, યુવાનો ગુજરાતી લોકગીત-સંગીત પરંપરાને સાચવી રહ્યા છે
યુવા કલાકારોને પ્રોત્સાહન આપવાનો નિર્ધાર કરતા ગુજરાતી લોક સંગીતના આરાધ્યા કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હાલના યુવાનો ગુજરાતી લોકગીત અને સંગીત પરંપરાને સાચવી રહ્યા છે, ત્યારે તેમને પ્રોત્સાહિત કરવા એ દરેક ગુજરાતીની ફરજ છે. આવા સમયે જ્યારે પ્રિયાંશે મને માતાજીના ડાકલા ગાવાનું કહ્યું ત્યારે મેં તેને કહ્યું હતું કે આ વીડિયોને હું મારા ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ પરથી અપલોડ કરીશ.
રમવા આવો માડી શિર્ષક હેઠળ ડાકલાનો મ્યુઝિકલ વીડિયો બનાવ્યો
પોતાના સંગીતના શોખને પૂરો કરવા સાથે સંગીતમાં કારકિર્દી બનાવવવા વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા યુવાને માતાજીની આરાધના કરવાના પર્વ એટલે કે, ચૈત્રી નવરાત્રિના પાવન અવસર પર માતાજીની આરાધના કરવા માટે રમવા આવો માડી શિર્ષક હેઠળ ડાકલાનો મ્યુઝિકલ વીડિયો બનાવ્યો છે.
6 એપ્રિલે ગીતનું શૂટ કરવામાં આવ્યું
જે વિશે માહિતી આપતાં મ્યુઝિક કમ્પોઝર, સિંગર અને લિરીસિસ્ટ પ્રિયાંશ શાહે જણાવ્યું હતું કે, હું છેલ્લા 15 વર્ષથી સંગીત સાથે જોડાયેલો છું. કોરોના કાળમાં લોકો ઘરે રહીને માતાજીની આરાધના કરે તે માટે મ્યુઝિકલ વીડિયો બનાવ્યો છે, જેમાં કીર્તિદાન ગઢવીએ પણ પોતાનો સૂર આપ્યો છે. જે રીશી પટેલના ઓડિયો ક્રિએશનમાં રેકોર્ડ કરવામાં આવ્યું છે. આ વીડિયોના પ્રોડ્યુસર શ્યામલ ગ્રૂપના અમિત ટીલવાસ છે. 6 એપ્રિલના દિવસે ગીતનું શૂટ કરવામાં આવ્યું હતું.
9 એપ્રિલે સંગીતમય ડાકલાને સોશિયલ મિડિયા પર અપલોડ કરાયું
પ્રિયાંશે જણાવ્યું હતું કે, 13 એપ્રિલના રોજ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે. ત્યારે 9 એપ્રિલના રોજ સંગીતમય ડાકલાને સોશિયલ મિડિયા પર લોકો માટે અપલોડ કરવામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રિયાંશ દ્વારા બનાવવામાં આવેલા મ્યુઝિકને લોકો પસંદ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.