અંધેર:યુનિ.નાં વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિ બાદ ફોલ્ડર ન અપાયા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોલ્ડર આવશે ત્યારે આપીશુંનો જવાબ
  • 1 મહિના કરતાં વધુનો સમય વિત્યો છતાં વિલંબ

એમ.એસ.યુનિવર્સિટી માં વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે ડિગ્રી સર્ટિફીકેટ આપવામાં અખાડા કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં કોન્વોકેશન પૂરું થઇ ગયું હોવા છતાં પણ 3 જૂનથી ડિગ્રી સર્ટિફીકેટ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે વિદ્યાર્થીઓને ફોલ્ડર આપવામાં આવ્યા ના હતા.

યુનિવર્સિટીમાં ગત વર્ષે ગ્રેજયુએશ-માસ્ટર્સ પૂરું કરનાર વિદ્યાર્થીઓને એક વર્ષના લાંબા ગાળે ડિગ્રી અપાઇ હતી. વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂરો તાય ત્યારપછી વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ સહિત વિદેશમાં અભ્યાસ માટે જતા હોય છે જોકે યુનિવર્સિટીના ગેરવહીવટના પગલે વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફીકેટ સમયસર મળી શકયા ના હતા.

માંડ માંડ વિદ્યાર્થીઓને જૂન મહિનામાં ડિગ્રી સર્ટિફીકેટ અપાયા હતા. જોકે તેમાં પણ વિદ્યાર્થીઓને ડિગ્રી સાથે અપાતા ફોલ્ડર આપ્યા ના હતા. વિદ્યાર્થીઓ પાસે 500 રૂપિયા ડિગ્રી સર્ટિફીકેટ તથા ફોલ્ડરના લેવામાં આવ્યા હતા. યુનિવર્સિટી સત્તાધીશો પાસે ફોલ્ડરના હોવાથી વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી સર્ટિફીકેટ એનાયત કરી દેવામાં આવ્યા હતા અને ફોલ્ડર ઉપલબ્ધ થાય ત્યારે આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...