આયોજન:વંદે ભારત ટ્રેનમાં સેફ્ટી પર ફોકસ, દરેક કોચમાં 2 ઇમર્જન્સી વિન્ડો હશે

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રીમાં વડાપ્રધાન દ્વારા લોકાર્પણ માટે રેલવેનું આયોજન
  • RDSOની સૂચના મુજબ ફેરફાર માટે ચેન્નાઈથી ટીમ અમદાવાદ આવી

દેશની સ્વનિર્મિત સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનો ત્રીજો રેક અમદાવાદ-મુંબઈ વચ્ચે કાર્યરત થવાનો છે. આ સાથે જ આ ટ્રેનમાં જૂના બદલાવ સાથે નિર્માણ કરવામાં આવ્યું છે, જે અંગેના ટેક્નિકલ પેરામીટર્સનું ટેસ્ટિંગ અમદાવાદ ખાતે ચાલી રહ્યું છે. આરડીએસઓની સૂચના મુજબ જરૂરી ફેરફાર કરવા માટે આઈસીએફ ચેન્નઈની ટીમ અમદાવાદ ખાતે કામ કરી રહી છે. બીજી તરફ નવરાત્રી દરમિયાન આ ટ્રેનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે તે માટે રેલવેએ કમર કસી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વંદે ભારત ટ્રેનમાં સેફ્ટની સુવિધા પર વિશેષ ધ્યાન અપાયું છે, અને તે મુજબ દરેક કોચરમાં 2 ઇમર્જન્સી વિન્ડો રાખવામાં આવશે.

આઈસીએફ ચેન્નઈના પીઆરઓના જણાવ્યા મુજબ ત્રીજા રેકમાં સેફ્ટીના ત્રણ બદલાવ કરવામાં આવ્યા છે, જેમાં પેસેન્જર પણ ડ્રાઇવર અને ગાર્ડ સાથે વાત કરી શકે તે માટે 2ને બદલે 4 વોકીટોકી પોઇન્ટ મૂકવામાં આવ્યા છે. જ્યારે દરેક કોચમાં 2 ઇમરજન્સી વિન્ડો લગાડવામાં આવી છે. ઉપરાંત સીસીટીવી કેમેરાની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને બહારનો વ્યૂ જોઈ શકાય તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રીજા રેકમાં સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ અંગે રેલવેનાં સૂત્રો મુજબ આ ટ્રેનનું નવરાત્રી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જે માટે રેલવે દ્વારા કમર કસવામાં આવી છે. બીજી તરફ આરડીએસઓ દ્વારા કેટલાક ટેક્નિકલ ચેન્જીસ અને ફિનિશિંગ કરવાની કામગીરી કરવા માટે સૂચનો કર્યાં છે. હાલ આ રેકને વેસ્ટર્ન રેલવેની હેન્ડઓવર કરવામાં આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રેનની દિશા બદલવા માટે એન્જિનને બદલવાની જરૂર પડતી નથી, બંને તરફ લોકલ ટ્રેનની જેમ એન્જિન હોવાથી આ ટ્રેન બંને દિશામાં ચાલી શકે છે.

અન્ય સમાચારો પણ છે...