ફ્લાઈંગ સ્ક્વોડ કામે:ફલાઇંગ સ્ક્વોડ ભાજપના સિમ્બોલવાળી કારને છુપાવી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારને શાળામાં છુપાવી પરમિશન છે કહી ત્યાંથી રવાના
  • ગુરુકુળ રોડ પર રિક્ષાઓ પરથી પોસ્ટર હટાવ્યાં, કારને જવા દીધી

વડોદરા શહેરમાં વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતાનો અમલ કરાવવા માટે ફ્લાઈંગ સ્ક્વોડ કામે લાગી છે. જેમાં સવારે ગુરુકુળ રોડ પર રિક્ષાઓ પરથી પરવાનગી વિનાના પોસ્ટર દૂર કર્યા હતા. પરંતુ ભાજપના સિમ્બોલવાળી કાર પરથી સિમ્બોલ દૂર કરાવવાની જગ્યાએ કારને ખાનગી શાળામાં મૂકી રખાવી સિમ્બોલ દૂર નહિ કરતા ફ્લાઈંગ સ્ક્વોડની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.

આચારસંહિતાનો અમલ કરાવવા માટે વહેલી સવારે ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ વાઘોડિયા રોડ ગુરૂકુલ ચોકડી પાસે ચેકીંગ કરી રહી હતી.ટીમે રિક્ષાઓની પાછળ લગાવેલા રાજકીય પાર્ટીઓના પોસ્ટર હટાવવાની કામગીરી શરૂ કરી હતી. તે સમયે એક કાર પાછળ એક બાર ફીરસે સોટ્ટા ફીરસે અને ભાજપના સિમ્બોલ ચિતરેલી કાર પસાર થતાં ફ્લાઇંગ સ્ક્વોડે રોકી હતી. જોકે ફ્લાઈંગ સ્ક્વોડે કારને પોસ્ટરને હટાવવની જગ્યાએ ત્યાંથી નજીકની ખાનગી સ્કૂલમાં લઇ ગઇ હતી.

ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીએ જણાવ્યું હતું કે ઉમેદવારની કાર છે અને તેની પરવાનગી છે, પરંતુ તે હાલમાં નથી. સામાન્ય રીતે પોસ્ટર અંગેની પરવાનગી ન હોય તો તાત્કાલિક સ્થળ પર જ પોસ્ટર દૂર કરવાના હોય છે. પરંતુ પરવાનગીની રાહ જોવાની અને કારને ખાનગી શાળામાં મુકવાની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...