ભાસ્કર એનાલિસિસ:કાગળ પર ‘ફ્લડ રિસ્પોન્સ પ્લાન’ - વડોદરા પાલિકાની પ્રગતિ!; પાણી ભરાય તેવા 121 સ્થળ આ વર્ષે વધ્યાં!

વડોદરા12 દિવસ પહેલાલેખક: નિરવ કનોજીયા
  • કૉપી લિંક
સપાટી ફૂટમાં અને વરસાદ મીમીમાં - Divya Bhaskar
સપાટી ફૂટમાં અને વરસાદ મીમીમાં
  • ગત વર્ષે 147 સ્થળ હતા, આ વર્ષે 268 સ્થળે પાણી ભરાશે 10 વર્ષમાં વિશ્વામિત્રીએ 8 વાર 20 ફૂટની સપાટી વટાવી

સ્માર્ટ સિટી વડોદરામાં વરસાદી પાણીના નિકાલ તેમજ પુરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રિસ્પોન્સ પ્લાન બનાવવામાં આવે છે. ગત વર્ષે પાલિકાએ શહેરમાં 147 સ્થળોએ પાણી ભરાતું હોવાના આંકડા જાહેર કર્યા હતા જ્યારે આ વર્ષે નવા 121 સ્થળો ઉમેરાઈને 268 થયા છે. આમ, શહેરમાં માત્ર એક્શન પ્લાન જ બનાવવામાં આવે છે પરંતુ તેની સામે કોઈ નક્કર કામગીરી નથી થતી તે વધેલા આંકડાઓ સાબિત કરે છે.

શહેરમાં ચોમાસા પૂર્વે બનાવાતા ફલેડ રિસ્પોન્સ પ્લાનમાં ગત વર્ષે 147 સ્થળ હતા, આ વર્ષે 268 સ્થળે પાણી ભરાશે.શહેરમાં છેલ્લા 20 વર્ષમાં 9 વખત પુર આવ્યું છે. તદુપરાંત છેલ્લા 10 વર્ષમાં વિશ્વામિત્રી નદીએ 8 વાર 20 ફૂટની સપાટી વટાવી છે. ત્યારે વડોદરા શહેરમાંથી વર્ષ 2019માં આવેલા પુરે લોકોને ઘણા પરેશાન કર્યા હતા. સાંબેલાધાર વરસાદ અને આજવા સરોવરમાંથી આવેલા પાણીના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી એક જ મહિનાના સમયમાં ત્રણ વખત વધી હતી. પાણીની સપાટી વધતા જ લોકોના મકાનોમાં પાણી ભરાયા હતા અને લોકોને અન્ય સ્થળે ખસવું પડ્યું હતું. તેટલું જ નહીં લોકોને લાખોનું નુક્શાન પણ પહોંચ્યું હતું. જોકે આ પુરની સાથે સાથે શહેરમાં છેલ્લા 20 વર્ષમાં વધુ 9 વખત પુરે દસ્તક દીધી છે.

દર વર્ષે વડોદરા મહાનગરપાલિકા શહેરમાં કયા કયા સ્થળોએ પાણી ભરાય છે તેની યાદી બનાવે છે. આ વર્ષે ફ્લડ રિસ્પોન્સ પ્લાનમાં પાલિકાએ 268 સ્થળ એવા બતાવ્યા છે જ્યાં ચોમાસામાં આ સ્થળોએ પાણી ભરાય છે. ગત વર્ષે બહાર પાડેલી પુસ્તિકામાં પાલિકાએ 147 સ્થળોએ પાણી ભરાતું હોવાની જાહેરાત કરી હતી. જોકે ચિંતાજનક બાબત એ છે કે આ વર્ષે આ આંકડો 147થી વધીને 268 પર પહોંચ્યો છે જેમાં 121 જેટલા નવા વિસ્તારો ઉમેરાયા છે. ઉલ્લેખનીય છે કે પાલિકા દર વર્ષે 100 ટકા પ્રિમોન્સુન કામગીરી કરી હોવાના દાવા કરે છે પરંતુ દર વર્ષે મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ છે અને નાગરિકોને કરોડોનું નુકસાન પહોંચે છે જે વાસ્તવિકતા છે.

તાજેતરમાં નવા સમાવિષ્ટ કરાયેલા સાત ગામોના પણ વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શહેરના મધ્યમાં આવેલા વોર્ડ નંબર 13 માં સૌથી વધુ 40 સ્થળોએ પાણી ભરાશે. જોકે બીજી તરફ પાલિકાના દાવો કર્યો છે કે વોર્ડ નંબર 15 માં એક પણ જગ્યા નથી જ્યાં પાણી ભરાય.વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વમિત્રી નદી આજવા સરોવરમાંથી આવતા વધારાના પાણી અને શહેરમાં વરસતા વરસાદના પાણીના નિકાલ માટેનો મહત્વનો સ્ત્રોત છે. વિશ્વામિત્રી નદીમાં 26 ફૂટ એ ભયજનક સપાટી છે. જયારે પાણી 28 ફૂટ પર પહોંચે છે ત્યારે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળે છે. પુલ 30 ફૂટની સપાટી પાર કરે ત્યારે તકેદારીના ભાગરૂપે અવરજવર માટે બંધ કરવામાં આવે છે અને 32ની સપાટી વટાવતા જ પાણી પુલની ઉપરથી વહે છે.

કયા ઝોનમાં કેટલા વિસ્તારમાં પાણી ભરાય છે
ઉત્તર :95
પૂર્વ :80
પશ્ચિમ :40
દક્ષિણ : 53

વોર્ડ

પાણી ભરાતા વિસ્તાર

20212,022
109
245
31318
4727
5625
61123
72823
82110
91914
10191
11158
12-7
13-40
14-5
15-0
16-25
17-5
18-10
19-13

121 જેટલા નવા વિસ્તારો ઉમેરાયા

  • વોર્ડ 13 માં સૌથી વધુ 40 સ્થળે પાણી ભરાશે.
  • વોર્ડ 15માં એક પણ સ્થળે પાણી નહીં ભરાય
  • નવા સમાવિષ્ટ કરાયેલા ભાયલીમાં પાણી ભરાશે તેવો તંત્રનો દાવો.

પૂરના વર્ષની વરસાદ, વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરની સ્થિતિ

વર્ષઆજવાવિશ્વામિત્રીવરસાદ
2003212.2281141
2004212.14211146.72
2005214.23361969.2
2006212.94311708.3
2008205.1228379.3
2010213.29291549
2013213.4291436
2014215.1341075
2019213.1341921

3 વર્ષ વિશ્વામિત્રી નદીની સપાટી 34 ફૂટને સ્પર્શી
વડોદરાએ વર્ષ 2003, વર્ષ 2004, વર્ષ 2005, વર્ષ 2006, વર્ષ 2008, વર્ષ 2010, વર્ષ 2013, વર્ષ 2014 અને વર્ષ 2019માં પુરનો સામનો કર્યો છે. વર્ષ 2005 માં વિશ્વામિત્રી નદી સૌથી વધુ 35.6ની સપાટીએ પહોંચી હતી. જ્યારે વર્ષ 2019 માં 34 ફૂટ, વર્ષ 2014માં 34 ફૂટે વહી હતી.

નવા સમાવિષ્ટ ગામના વિસ્તારો ઉમેરાયા
વડોદરા શહેરમાં નવા 7 ગામોનો સમાવેશ થયો છે. જે ગામના પણ પાણી ભરાતા વિસ્તાર ઉમેરાયા છે. આગામી સમયમાં આ વિસ્તારમાં વરસાદી કાંસ અને ગટર બનાવવાનું આયોજન છે. બજેટમાં કરોડીયા ઉંડેરા ખાતે ગટર બનાવવાનું કામ લેવાયું છે. - કેયુર રોકડિયા, મેયર

અન્ય સમાચારો પણ છે...