તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમધમાટ:બેંગલોર અને હૈદરાબાદની ફ્લાઇટ 1લીથી ફરી ઊડશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોના ઘટતાં ફ્લાઇટનાં શિડ્યૂલ વધ્યાં
  • બંને ફ્લાઇટ સપ્તાહમાં ચાર દિવસ કાર્યરત રહેશે

કોરોના મહામારીની બીજી લહેર પૂર્ણ થતાં વડોદરા એરપોર્ટ પર ફરી ધમધમાટ શરૂ થયો છે. દિલ્હી, મુંબઈ બાદ હવે હૈદરાબાદ અને બેંગલોરની ફ્લાઇટ પણ ફરી એક વખત શરૂ થવા જઈ રહી છે. 1 જુલાઈથી આ બંને ફ્લાઇટ ખાનગી એર લાઈન્સ દ્વારા શરૂ કરવામાં આવનાર છે. આ ફ્લાઇટ સપ્તાહમાં 4 દિવસ કાર્યરત રહેશે. ટૂંક સમયમાં તેનું ટાઇમ શિડ્યૂલ જાહેર કરવામાં આવશે, તેમ એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું.

વડોદરા એરપોર્ટ પર કોરોના અગાઉ ડોમેસ્ટિક ફ્લાઈટનાં કુલ 22 શિડ્યૂલ કાર્યરત થયાં હતાં, જ્યારે ઉડાન યોજના અંતર્ગત વડોદરાથી દીવની ફ્લાઇટ શરૂ કરવા ટેન્ડર એલોટ કરાયું હતું, પરંતુ કોરોના મહામારીને પગલે માર્ચના અંતમાં ફરી ફ્લાઇટની સંખ્યા ઘટવાનું શરૂ થતાં માત્ર એર ઇન્ડિયાની એક ફ્લાઇટ કાર્યરત થઈ હતી. બીજી તરફ પેસેન્જરની સંખ્યા પણ ઘટીને વર્ષે 2.60 લાખની નોંધાઈ હતી. હવે ફરી હૈદરાબાદ અને બેંગલોરની ફ્લાઇટ શરૂ થતાં એરપોર્ટ ઓથોરિટીને પણ હાશકારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...