આગથી અફરાતફરી મચી:ઇન્ટરનેશનલ કક્ષાએ શાખાઓ ધરાવતી વડોદરાની રાજુ આમલેટ સહિત 5 દુકાનો ભીષણ આગમાં ખાખ

વડોદરાએક મહિનો પહેલા
મહાલક્ષ્મી એપાર્ટમેન્ટની નીચે આવેલ રાજુ આમલેટ સહિતની પાંચ દુકાનોમાં આજે બપોરે ભયાનક આગ લાગી હતી - Divya Bhaskar
મહાલક્ષ્મી એપાર્ટમેન્ટની નીચે આવેલ રાજુ આમલેટ સહિતની પાંચ દુકાનોમાં આજે બપોરે ભયાનક આગ લાગી હતી
  • આગની ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થયા
  • 15 મિનિટ તણખા​​​​​​​​​​​​​​ ઝરતા​​​​​​​ રહ્યા,ફોન કરવા છતાં વીજ કંપનીનો સ્ટાફ મોડો આવ્યો

શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુકતાનંદ ત્રણ રસ્તા પાસે આવેલા મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં સોમવારે સવારે સાડા બાર વાગ્યાના અરસામાં વીજ મિટરમાં શોર્ટ સર્કિટને પગલે 15 મિનિટ તણખા ઝર્યા બાદ આગ લાગતાં દોડધામ મચી હતી બનાવ અંગે સ્થાનિકો દ્વારા એમજીવીસીએલ ને જાણ કરવા છતાં એમજીવીસીએલ મોડું અવતા ફાયરની કામગીરી મોડી શરૂ થઇ શકી હતી અને 30 મિનિટમાં 7 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.

લાકડાના ફર્નિચર, બેનર અને ઇન્ટિરિયરને પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રાજુ આમલેટ, કેયા સલૂન અને ટીઓલોજી સહિત સાત દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. મધ્યાને આગ વિકરાળ સ્વરૂપ ને જોઈ સ્થાનિક લોકો મહિલાઓ અને રાહદારીઓના ટોળા જામ્યા હતા. ફાયરબ્રિગેડના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઇ નહોતી. રહેણાક અને કોમર્શિયલની મિક્સઓક્યુપન્સી ધરાવતા કારેલીબાગ સ્થિત આ કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે કોમર્શિયલ દુકાનો ઓફિસો અને બ્યુટી પાર્લર આવેલા છે.

ઉપરના બે માળ રહેણાક છે. સોમવારે બપોરે ગ્રાઉન્ડ ફ્લોર પર લગાવેલા કોમર્શિયલ મિટરમાં અચાનક સર્કિટ થતા આગ ભડકી હતી. આગની જાણ થતા જ કોમ્પ્લેક્ષના રહીશો દોડી આવ્યા હતા જ્યારે દુકાનોમાં રહેલા લોકોમાં નાસ ભાગ મચી હતી.

બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ દ્વારા પાંચ ફાયર ટેન્ડર કામે લગાડયા હતા. શોર્ટ સર્કિટને પગલે લાગેલી આગ દુકાનોના લાકડાના ફર્નિચર અને એર કન્ડિશનના બ્લોવર તેમજ ગેસ લાઈનને પગલે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં માટે પણ આગ ઓલવવા ભારે જહેમત કરવી પડી હતી. બનાવને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સદ્નસીબે કોઇ જાનહાની થઈ ન હતી.

આગ શાર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વુડા સર્કલથી મુક્તાનંદ સર્કલ વચ્ચે આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટની નીચે આવેલ રાજુ આમલેટ સહિતની પાંચ દુકાનોમાં આજે બપોરે ભયાનક આગ લાગી હતી. આગ લાગતા જ લોકો દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. જેથી કોઇને ઇજા કે જાનહાનિ થઇ ન હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ સાથે લાશ્કરો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તારણમાં આગ શાર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે.

આગની ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા
આગની ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા

લોકોના ટોળા ઉમટ્યા
મુખ્ય રોડ પર આવેલી દુકાનોમાં આગ લાગતા રસ્તે જતાં લોકો થંભી ગયા હતા અને આગની ઘટના જોવા માટે ઉભા રહી ગયા હતા. તેમજ રોડ પર વાહન ચાલકો પણ વાહન થંભાવીને રોડ પર ઉભા રહી ગયા હતા.

રાજુ આમલેટની દુબઇ, ન્યૂયોર્ક અને થાઇલેન્ડમાં પણ શાખા
વડોદરા શહેરના વુડા સર્કલ પાસે આવેલ રાજુ આમલેટની દુકાનમાં આગ લાગી તે રાજુ આમલેટની ગુજરાત સહિત દેશમાં હરિયાણા, ભોપાલ, ચેન્નઇ, દહેરાદૂનમાં શાખાઓ છે. તો સાથે જ દુબઇ, ન્યૂયોર્ક અને થાઇલેન્ડમાં પણ શાખાઓ આવેલી છે.

બિલ્ડિંગનો દાદર ધગધગતો હોવાથી ઉપર જવામાં મુશ્કેલી
આગને પગલે કોમર્શિયલ બિલ્ડિંગના પહેલા માળે જવા માટે સેન્ટરમાં આવેલો દાદર ગરમ થઈ જતાં લાશ્કરો પણ અટવાયા હતા. ફાયર બ્રિગેડને પહેલા દાદર ઠંડો કર્યા બાદ ઉપરના માળે જવું પડ્યું હતું. પ્રથમ મજલે પણ રેકઝીનનું ફર્નિચર હોવાથી આગ વધુ સમય ચાલી હતી.

ગેસ લાઇન લીક થતાં પુરવઠો બંધ કરવો પડ્યો
ફાયર બ્રિગેડ દ્વારા જાણવા મળ્યા મુજબ રાજુ આમલેટની દુકાનમાં લેવામાં આવેલું કોમર્શિયલ ગેસ લાઇન નું કનેક્શન સાધારણ લીકેજ થયું હતું. જેને પગલે ગેસ વિભાગના કર્મચારીઓને બોલાવીને ગેસ પુરવઠો બંધ કરવો પડ્યો હતો તેને લીધે આગ લાગી ન હતી.જો સમયસર પુરવઠો બંધ કરાયો ન હોત તો આગ વધુ પ્રસરે તેવી સંભાવના હતી.

MGVCLનો સ્ટાફ મોડો આવતાં કામગીરીમાં મુશ્કેલી સર્જાઇ હતી
અંદાજે 12 વાગ્યાના અરસામાં દિવાલ ઉપર મિટરોમાં તણખા ઝરવાના શરૂ થયા હતા, જે 15 મિનિટ સુધી ચાલુ રહ્યા હતા ત્યારબાદ આગ લાગી હતી આ સમયમાં લોકો બહાર નીકળી જતા કોઈને ઈજા પહોંચી નથી ફાયર બ્રિગેડ સમયસર આવ્યું હતું પરંતુ એમ.જી.વી.સી.એલ વાળા મોડા આવતા મુશ્કેલી સર્જાઇ હતી અને આગ વિકરાળ બની હતી. - રાજેશ રાણા, માલિક રાજુ આમલેટ

2 માસ પૂર્વે સલૂન રિનોવેટ કર્યું હતું, સિઝન હોવાથી હવે કસ્ટમરને શિફ્ટ કરવા પડશે
​​​​​​​બે મહિના અગાઉ લાખો રૂપિયાના ખર્ચે સલૂન રિનોવેટ કર્યું હતું. બ્રાઇડલ સિઝન ચાલુ છે કસ્ટમરને અન્યત્ર સિફ્ટ કરવા પડશે. એક બાજુનું પાર્લર સંપૂર્ણ બળી ગયું છે ખૂબ મોટું નુકસાન છે.
- કેયુરી મિસ્ત્રી, માલિક, કેયા સલૂન

ફાયર સેફ્ટી અને એનઓસી અંગે તપાસ કરવામાં આવશે
કોમ્પ્લેક્સમાં મિક્સ ઓક્યુપન્સી છે. ફાયર સેફ્ટી અથવા એનઓસી જેવું કંઈ પણ જણાયું નહોતું.આ અંગે તપાસ કરી આગળની કાયર્વાહી કરાશે. - હર્ષ પુવાર, ફાયર ઓફિસર

અન્ય સમાચારો પણ છે...