તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Five People Identified Both Accused Before Magistrate In Vadodara, The Police Kept The Accused Together And Reconstructed The Incident

કબડ્ડી પ્લેયર દુષ્કર્મ-આપઘાત કેસ:વડોદરામાં મેજિસ્ટ્રેટ સમક્ષ 5 લોકોએ બંને આરોપીને ઓળખી બતાવ્યા, પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

વડોદરા3 મહિનો પહેલા
ગોરવા પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળ પર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું
  • પાર્ટી દરમિયાન 19 વર્ષીય વિદ્યાર્થિની પર દુષ્કર્મ થતાં દુપટ્ટાથી ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો
  • રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફ્લેટમાંથી પીઝા, બન, કોલ્ડ્રિંક્સ અને યુવતીના ચપ્પલ મળ્યા

વડોદરામાં નેશનલ લેવલની કબડ્ડી પ્લેયર પર દુષ્કર્મ બાદ આપઘાતના કેસમાં પોલીસે બે આરોપીની આજે ઓળખ પરેડ કરાવી હતી. મેજિસ્ટ્રેટ સમક્ષ 5 લોકોએ બંને આરોપીને ઓળખી બતાવ્યા હતા. આ ઉપરાંત ગોરવા પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન ફ્લેટમાંથી પીઝા, બન, કોલ્ડ્રિંક્સ અને યુવતીના ચપ્પલ મળી આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, બંને આરોપીઓ હાલ 5 દિવસના રિમાન્ડ પર છે.

દિશાંત કહાર નામના યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યુ હતુ
વડોદરાના લક્ષ્મીપુરામાં વિસ્તારમાં રહેતી અને કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ ગત 8 જૂને પોતાના ઘરે દુપટ્ટાથી ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. લગભગ 12 વાગ્યાના સુમારે પરિવારજનોને જાણ થતાં ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. 6 માસ પૂર્વે માતાનું અવસાન થતાં યુવતી ભાડેથી ઘર રાખીને રહેતી હતી અને ખાનગી કંપનીમાં જોબ કરતી હતી. 8 જૂને સાથી કમર્ચારી અને મિત્ર એવા 2 યુવક અને એક યુવતી સાથે તેની રૂમ પર દારૂ પાર્ટી રાખી હતી. જ્યાં તમામે દારૂનો નશો કર્યાં બાદ યુવતીએ ભાન ગુમાવતા દિશાંત કહાર નામના યુવકે ફાયદો ઉઠાવી તેની પર દુષ્કર્મ આચર્યુ હતુ.

રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફ્લેટમાંથી પીઝા, બન, કોલ્ડ્રિંક્સ અને યુવતીના ચપ્પલ મળ્યા હતા
રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફ્લેટમાંથી પીઝા, બન, કોલ્ડ્રિંક્સ અને યુવતીના ચપ્પલ મળ્યા હતા

હતાશ યુવતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી
સવારે યુવતીને ભાન આવ્યા બાદ દુષ્કર્મ થયું હોવાની ખબર પડી હતી. યુવતીને રાત્રે શું બન્યું એની ખબર પડતાં 2 યુવકો અને યુવતી ભાગી ગયાં હતા. ડઘાઇ ગયેલી યુવતીએ તેના અન્ય મિત્રને કોલ કરી બનાવ અંગેની જાણ કરતાં મિત્રે તેને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી, પરંતુ, હતાશ યુવતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

પાર્ટી દરમિયાન 19 વર્ષીય વિદ્યાર્થિની પર દુષ્કર્મ થતાં દુપટ્ટાથી ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો
પાર્ટી દરમિયાન 19 વર્ષીય વિદ્યાર્થિની પર દુષ્કર્મ થતાં દુપટ્ટાથી ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો

બંને યુવકોએ રેપની ઘટનાને સમર્થન આપ્યું
આખરે સવારે તેણે નજીકમાં રહેતા પિતાને ઘરે જઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે ઇપીકો કલમ 376, 306 અને 114 મુજબ ગુનો નોંધી દિશાંત દિપક કહાર અને નાઝીમ ઇસ્માઇલ રહીમ મિર્ઝા નામના યુવકની ધરપકડ કરી હતી. બંને યુવકોએ મંગળવારે રાત્રે બનેલી ઘટનાને સમર્થન આપ્યું હતું. યુવતીએ આત્મહત્યા કરતા પૂર્વે તેના મિત્ર સાથે કરેલી વાતની 8 મિનિટની ઓડિયો ક્લિપ તથા ચિઠ્ઠી પોલીસે કબજે કરી હતી.

બંને આરોપીઓ હાલ 5 દિવસના રિમાન્ડ પર છે
બંને આરોપીઓ હાલ 5 દિવસના રિમાન્ડ પર છે

કોર્ટે બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા
અંતિમ ચિઠ્ઠીને વધુ તપાસ માટે ફોરેન્સિક તપાસ માટે મોકલાઇ છે. સાથે હેન્ડ રાઇટિંગ એક્સપર્ટની પણ મદદ લેવાઇ રહી છે. પોલીસે રવિવારે બંને આરોપીઓને વિવિધ મુદ્દાની તપાસ માટે અદાલતમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. અદાલતે બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. આ દરમિયાન આજે મેજિસ્ટ્રેટ સમક્ષ 5 લોકોએ બંને આરોપીને ઓળખી બતાવ્યા હતા. આ ઉપરાંત ગોરવા પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન ફ્લેટમાંથી પીઝા, બન, કોલ્ડ્રિંક્સ અને યુવતીના ચપ્પલ મળી આવ્યા હતા.

વડોદરામાં મેજિસ્ટ્રેટ સમક્ષ 5 લોકોએ બંને આરોપીને ઓળખી બતાવ્યા હતા
વડોદરામાં મેજિસ્ટ્રેટ સમક્ષ 5 લોકોએ બંને આરોપીને ઓળખી બતાવ્યા હતા

યુવતીએ છેલ્લે બોયફ્રેન્ડ સાથે વાતચીત કરી હતી
વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ આત્મહત્યાના બનાવમાં યુવતીએ છેલ્લે બોયફ્રેન્ડ સાથે વાતચીત કરી હતી. જેમાં યુવતીએ તેના બોય ફ્રેન્ડને કહ્યું હતું કે, બહોત જોર સે હાથ મરોડા ઓર ફિર કી જબરદસ્તી ફિર....મુજે પેઇન અભી ભી હો રહા હે. ફિર રેપ કિયા, મેરી પરમીશન કે બગેર કિસીને છુઆ.

દિશાંત કહાર નામના યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યુ હતુ
દિશાંત કહાર નામના યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યુ હતુ