તપાસ:વડોદરામાંથી વધુ પાંચ બોગસ પેઢીઓ પકડાઇ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા દિવસે GSTએ 15 જગ્યાએ તપાસ હાથ ધરી
  • પેઢીઓએ 2.32 કરોડની વેરાશાખ ઓન કરી હતી

ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ નો ખાતમો કરવા માટે સતત બીજા દિવસે પણ કાર્યવાહી કરવામાં આવી હતી સોમવારે વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં વડોદરાની 6 શંકાસ્પદ પેઢીઓની તપાસ કરતા 5 પેઢીઓ બોગસ મળી આવી હતી. આ પેઢીઓએ 14,98,87,085 બિલો રજૂ કરીને 2,32,98,815ની વેરા શાખ લેવામાં આવી હોવાનું ખૂલ્યું છે. આ તમામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખની છે કે, મંગળવારે કુલ 15 જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં છ શંકાસ્પદ પેઢીના સ્થળ ઉપર તપાસ કરતાં તમામ બોગસ સંસ્થાઓ હોવાનું બહાર આવ્યું હતું. જેમાંથી યારે આ તો સંસ્થાઓ પૈકી ત્રણ પેઢીના ડોક્યુમેન્ટ ખોટા હોવાનું જણાય આવ્યું હતું. સોમવારે 270.19 કરોડના બોગસ બિલ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે બીજા દિવસે એટલે કે સોમવારે વધુ 27.44 કરોડના બોગસ બીલો ઇશ્યૂ કરીને 4.93 કરોડની વેરા શાખ પાસ ઓન કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...