તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Five Members Of Surat's Achhoda Tod Gang Arrested In Case Of Breaking The Arm Of A Woman Who Was Going Home After A Morning Walk In Vadodara

ગેંગ ઝડપાઇ:વડોદરામાં મોર્નિંગ વોક કરીને ઘર જઇ રહેલી મહિલાનો અછોડો તોડવાના કેસમાં સુરતની અછોડા તોડ ગેંગના પાંચ સાગરીતોની ધરપકડ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરતની અછોડા તોડ ગેંગના પાંચ સાગરીતોની ધરપકડ - Divya Bhaskar
સુરતની અછોડા તોડ ગેંગના પાંચ સાગરીતોની ધરપકડ

વડોદરા શહેરમાં મહિલાઓના અછોડા તુટ્યા હોવાના અસંખ્ય કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. તેવામાં બે દિવસ અગાઉ રાત્રી કર્ફ્યૂ દરમિયાન પોલીસની હાજરીમાં જ એક યુવતીનો અછોડો તોડી લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. તેઅગાઉ ગત એપ્રીલ માસમાં અકોટા વિસ્તારમાં મોર્નિંગ વોક કરી ઘર પરત ફરેલી મહિલાનો અછોડો તોડી ત્રણ બાઇક સવાર લૂંટારૂ ફરાર થઇ ગયા હોવાની ઘટના બનાવ પામી હતી. બનાવ સંદર્ભે જે.પી રોડ પોલીસે તપાસ હાથ ધરતા સુરતની અછોડા તોડ ગેંગના પાંચ સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે.

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા કમલકુલ એપાર્ટમેન્ટ ખાતે રહેતી મહિલા ગત તા. 22 એપ્રિલના રોજ ઘર નજીક આવેલા ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે ગયા હતા. સવારે 8-30 વાગ્યાની આસપાસ મહિલા પોતોના ઘરે પરત ફર્યાં હતા. જ્યાં એપાર્મેન્ટના ગેટ પાસે બાઇક પર સવાર ત્રણ શખ્સો તેમની બીલકુલ નજીક આવી ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTVમાં કેદ થઇ હતી. જેથી જે.પી રોડ પોલીસ આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે અંદાજીત 150 જેટલા CCTVની તપાસ કરી હતી. તેમજ શહેર બહાર આણંદ સહિત અન્ય શહેરોમાં તપાસનો દોર લંબાયો હતો. દરમિયાન ગુનાના કામે વપરાયેલી બાઇકના નંબરના આધારે પોલીસે તપાસ કરતા ટોળકી સુરતની હોવાનુ જાણવા મળ્યું હતુ. જેથી જે.પી પોલીસની ટીમ સુરત ખાતે પહોંચી હતી. જ્યાં વરાછા વિસ્તારમાં રહેતા હરેન્દ્ર ઉર્ફે છોટુની અટકાયત કરી પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે હરેન્દ્ર તેના મિત્રોને અછોડા તોડવા માટે બાઇકની સુવિધા પુરી પાડતો હોવાનુ ખુલ્યું હતુ.

હરેન્દ્રની પોલીસ તપાસ દરમિયાન અમદાવાદના કાર્તિક ઠાકોર અને મુકેશ ઉર્ફે વિક્કીનુ ગેંગમાં નામ ખુલતા પોલીસે તેમની પણ અટકાયત કરી હતી. જેમાં વધ તપાસ દરમિયાન સુરતના મનોહરસિંઘ ઉર્ફે મન્નુ અને હર્ષીત અમીનની પણ સંડોવાણી બહાર આવી હતી. જેથી પોલીસે ગેંગમાં શામેલ તમામ પાંચેય શખ્સોની ધરપકડ કરી વડોદરા સહિત બારડોલીના પાંચ ચેઇન સ્નેચીંગના ગુનાનો ભેદ ઉકેલી સોનાની લગડી અને ગુનાના કામે વપરાયેલી બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...