તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં વાહન ચોર કરતી ટોળકીના પાચ સાગરીતોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. 25 જેટલી બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલી ટોળકી ગ્રાહક બાઇક લેવા માટે આવે ત્યારે ચોરી કરવા નીકળતી હતી. બાઇક ચોરીના માસ્ટર માઇન્ડ નીતિન સોંલકી સહીત પાંચ શખ્સોની મકરપુરા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દારૂની હેરફેરમાં ચોરેલી બાઈક વપરાતી
તરસાલી વિશાલનગર ખાતે રહેતો નીતિન અરૂણસિંહ સોલંકી મૂળ પંચમહાલના ઘોઘંબાનો નિવાસી છે. છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં વસવાટ કરી બાઇક ચોરી કરતો હતો. નીતિન મૂળ પંચમહાલનો હોવાથી છોટાઉદેપુર જિલ્લાના કેટલાક લોકો તેના સંપર્કમાં હતા. જેથી છોટાઉદેપુર જિલ્લામાં દારૂની હેરાફેરી કરવા માટે વાહનોની જરૂર પડતી હતી. અને તે માટે નિતિનને બાઇક ચોરી કરવાનો ઓર્ડર આપતા હતા. જરૂરીયાત પ્રમાણે બાઇકની માંગણી કરવામાં આવતી હતી. બાઇક ચોરી કર્યા પછી 10-15 હજારમાં બાઇક વેચી દેવામાં આવતી હતી. છેલ્લા 1 વર્ષમાં 22 બાઇક તથા છોટાઉદેપુર જિલ્લામાંથી એક બાઇક, તેમજ 2018 માં પણ ચોરી કરી હતી. નીતિને પ્રથમ ચોરી હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કરી હતી. વર્ષ 2020 માં શહેરના વિવિધ વિસ્તારોમાંથી 22 બાઇકની ચોરી કરી હતી.
નીતિન રંગેહાથ ઝડપાયો
26 ડિસેમ્બરના રોજ તરસાલી રીંગ રોડ પરથી મકરપુરા પોલીસે નીતિનને રંગેહાથ પકડી લીધો હતો. તેની પૂછપરછ દરમિયાન 25 બાઇક ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. તેમજ ચોરીની બાઇક ખરીદનાર ચાર લોકોના નામ પોલીસ તપાસમાં ખુલ્યા હતા. પોલીસ પુછપરછમાં ઉદેસિંગ રમેશભાઇ રાઠવા, તરજુ રાઠવા, સરતન ઉર્ફે લાલુ રાઠવા. ઉદેસિંગ તેરસિંગ રાઠવાના નામો બહાર આવતા પોલીસે પાંચેય શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં છોટાઉદેપુર ખાતે નોંધાયેલા પ્રોહીબીશનના 7 અનડિટેક્ટેડ ગુનાઓ મળી કુલ 32 ગુનાઓ ઉકેલવામાં આવ્યા હતા.
વડોદરા ઉપરાંત છોટાઉદેપુર, સુરતના 25 ગુના ડિટેક્ટ થયા
પોલીસે સુરતમાં 1 ગુનો, છોટાઉદેપુરમાં 1 ગુનો, વડોદરામાં હરણીમાં 1 ગુનો, ફતેગંજમાં 2 ગુના, બાપોદમાં 1 ગુનો, મકરપુરામાં 12 ગુના, માંજલપુરમાં 6 ગુના અને રાવપુરામાં 1 ગુનો મળી બાઈક ચોરીના કુલ 25 ગુના ડિટેક્ટ કર્યા છે.
બૂટલેગરો માગે તેવી બાઇક ચોરતા પછી વેચી દેતા હતા
આરોપી નોકરિયાતો જ્યાં બાઈક પાર્ક કરતા હોય તે ત્યાંથી ચોરતો હતો. બાઈકનો ઉપયોગ દારૂની હેરાફેરીમાં કરી વેચી દેતા હતા. નીતિને પૂછપરછમાં જણાવ્યું કે, બૂટલેગરો દારૂની હેરાફેરી કરવા જેવી બાઈકો માગતા તે પ્રમાણે ચોરી કરતો હતો. તેણે મોટાભાગે 100થી 110 સીસીની બાઈક ચોરી છે.
નોકરિયાત વર્ગ એલોટ કરેલા સ્થળે જ બાઈક પાર્ક કરે
અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે, આરોપીઓએ ખાસ કરીને નોકરિયાત વર્ગની જ બાઈકોની ચોરી કરી છે. નોકરિયાત વર્ગ નોકરી પર જતાં પહેલાં બ્રિજ નીચે કે પછી ખુલ્લી જગ્યામાં બાઈકો પાર્ક કરી દેતા હોય છે. મુખ્યત્વે આ જગ્યાનો કોઈ રખેવાળ હોતો નથી. જેથી નોકરિયાત વર્ગ કોર્પોરેશન દ્વારા એલોટ કરાયેલી જગ્યા પર જ પોતાની બાઈક પાર્ક કરે તે જરૂરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.