જેઇઇ એડવાન્સનું પરિણામ જાહેર:ફિટજી વડોદરાના વ્રજ પરીખે JEE એડવાન્સમાં AIR 88 પ્રાપ્ત કર્યો

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશના ટોપ 500માં ફિટજીના 6 વિદ્યાર્થી
  • સિટી ટોપર 7માંથી 6 વિદ્યાર્થીઓ વડોદરાના

જેઇઇ એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ફીટજી વડોદરાના વિદ્યાર્થી વ્રજ પરીખ જેઇઇ એડવાન્સ, 2022 માં ઓલ ઇન્ડીયા રેન્ક 88 મેળવ્યો છે. ઓલ ઇન્ડીઆ રેન્ક ટોપ 500માં ફીટજીના 6 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.

AIR 88 અને વડોદરા શહેર ટોપર વ્રજ પરીખને 240 માર્ક્સ મળ્યા છે. તે 4 વર્ષથી ફીટજી વડોદરાનો વિદ્યાર્થી છે. સેન્ટરના મેનેજિંગ પાર્ટનર એમ.એલ.જૈન અને પ્રિયંક બરિયારે જણાવ્યું કે, ફીટજી વડોદરા સેન્ટરના ક્લાસરૂમ પ્રોગ્રામ્સના જનરલ કેટેગરીના 50થી વધુ વિદ્યાર્થીઓ જેઇઇ એડવાન્સ્ડ, 2022માં ક્વોલિફાય થયા છે. સિટી ટોપર 7માંથી 6 વિદ્યાર્થીઓ ફીટજી વડોદરાના છે. વ્રજ પરીખે જણાવ્યું હતું કે, આ લક્ષ્ય માટે ખરેખર સખત મહેનત કર્યા પછી. મને સારો સ્કોર કરવાનો વિશ્વાસ હતો. મારા પરિણામનો શ્રેય ફીટજીમાં કાર્યરત કોચિંગ મિકેનિઝમને આભારી છે.

અમે જે અભ્યાસ કરીએ તેમાં સંપૂર્ણ અંદરથી જાણીએ છીએ તેની ખાતરી કરવા નિષ્ણાંત ફેકલ્ટી કામ કરે છે. અન્ય સફળ વિદ્યાર્થીઓમાં રુષિત પંચોલી (એર 271), શિવાંગ ગોયલ (એર 296), દિવીજ રાવલ (એર 371), તન્મય મિત્તલ (એર 470), ઝીલીન પટેલ (એર 474)સહિતનો સમાવેશ થાય છે. એર 2000 હેઠળ 11 વિદ્યાર્થીઓએ રેન્ક મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...