તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેતાઓનો કોરોનાત્સવ!:પહેલીવાર 145 પોઝિટિવ:14 દિવસમાં જ કોરોના સંક્રમણમાં ત્રણ ગણો વધારો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નેતાઓનો કોરોનાત્સવ! 185 દિવસ પછી કોરોનાની બીજી લહેરમાં રેકોર્ડ બ્રેક કેસ
  • બે અઠવાડિયાથી કેસો વધ્યા છે, જેની ઝડપ અમદાવાદ કરતા પણ વધુ છે: આજથી 102 હોમ કોવિડ કેરમાં રહેલા દર્દીઓને ઘેર ઘેર જઇ તપાસાશે. ડો. વિનોદ રાવ, અોઅેસડી

કોરોનાના કેસોમાં નવો ઉછાળો આવ્યો છે અને 185 દિવસ બાદ પહેલી વખત એક જ દિવસમાં કોરોનાના કેસો 135 ના જૂના રેકોર્ડને પાર કરીને નવો 145 નો નોંધાયો છે. એક વર્ષમાં સૌથી વધુ 135 કે એક જ દિવસમાં તા 19 સપ્ટેમ્બર,2020ના રોજ નોંધાયા હતા. આ ટાણે 4156 સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી.કોરોનાની મહામારી ફરી એક વખત વ્યાપક બની છે અને નવા લક્ષણો સાથે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.પાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ટાણે કોરોના કેસો માત્ર 40 થી 45 જેટલા રોજ નોંધાતા હતા પરંતુ છેલ્લા બે સપ્તાહમાં સંક્રમણમાં 3 ગણો વધારો થયોછે.

તા.1 માર્ચે 44 કેસ પોઝિટિવ નોંધાયા હતા.તા.11ના રોજ વડોદરામાં કોરોનાના 56 પોઝિટિવ કેસ હતા.ખાસ કરીને તા.4ના રોજ કોરોનાના 46 કેસ નોંધાયા હતા અને ત્યારથી આજદિન સુધી કેસોની સંખ્યા 46 થી વધુ જ રહી હતી અને તેમાં પણ છેલ્લા છ દીવસથી કોરોનાની સેન્ચુરી વાગી રહી છે.

પાલિકાના ચોપડે જ છેલ્લા આઠ દિવસમાં કોરોનાના ડબલ કેસ નોંધાયા છે. તા 16ના રોજ કોરોના પોઝિટિવ આંકડો 46નો હતો કે જે તારીખ 24 ના રોજ 145 પર પહોંચ્યો છે અને છેલ્લા 20 દિવસમાં 99નો વધારો થયો છે. ફરી એક વખત કોરોના એ ગતિ પકડી છે અને એક જ દિવસમાં સૌથી વધુ 145 કેસ વડોદરામાં નોંધાયા છે.જેના માટે 4312 સેમ્પલ લેવાયા હતા કે જે તા.19 સપ્ટેમ્બર કરતા 156 સેમ્પલ વધુ છે.

કોરોના ઓએસડી ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે , કોરોનાના કેસ છેલ્લા બે અઠવાડિયાથી વધ્યાં છે, જેની અમદાવાદ કરતાં પણ વધુ સ્પીડ છે. ગુરુવારથી સંજીવની અભિયાન અંતર્ગત 102 ટીમો હોમ કોવિડ કેરમાં રહેલા દર્દીઓને ઘેર ઘરે જઇ તપાસાશે. દરેક ટીમ 20 ઘર તપાસશે. આગામી દિવસોમાં ટીમોની સંખ્યા વધારાશે.

એક દિવસમાં 1212 હોમ ક્વોરન્ટાઇન
વડોદરા શહેરના કોરોનાના કેસો વધવાની સાથે મોતનો આંક પણ વધી રહ્યો છે. પાલિકાએ સત્તાવાર જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે મંગળવારે શહેરમાં 3,501 લોકો હોમ ક્વોરન્ટાઈન હતા. જેમાં બુધવારે 1,212 લોકોનો ઉમેરો થયો છે. બુધવારે 4,713 લોકો હોમ ક્વોરન્ટાઈન થયા છે.

ITના 25 કર્મચારી અને પાલિકાના એપિડેમોલોજિસ્ટ કોરોના સંક્રમિત

માંડવી સ્થિત બેંક ઓફ બરોડાના 2 કર્મચારી કોરોનામાં સપડાયા
​​​​​​​શહેરમાં કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે. શહેરના ઇનકમ ટેક્ષ વિભાગના 25 જેટલા કર્મચારી પોઝિટિવ આવ્યા છે. જેમાં ત્રણ જેટલા ઇનકમ ટેક્ષ ઓફિસર, ઇનકમ ટેક્ષ ઇન્સ્પેક્ટર સહિતના કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા તેઓને ઘરે સારવાર લઈ રહ્યા છે. શહેરની માંડવી સ્થિત બેંક ઓફ બરોડામાં પણ બે કેસ પોઝિટિવ આવ્યા છે. પરંતુ તેમ છતાં બેંકમાં કોવિડની ગાઈડલાઈનથી કામગીરી ચાલી રહી છે. જ્યારે પાલિકાના એપિડેમોલોજીસ્ટ ડો. પિયુષ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે.

કોરોનાથી ત્રણ વૃદ્ધ સહિત 4ના મોત
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 145 કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. સાથે કોરોનાથી મોતનો આંક પણ વધી રહ્યો છે. બુધવારે શહેરમાં ચાર લોકોના મોત નીપજ્યું હતું. ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આધેડનું શંકાસ્પદ લક્ષણો હતો. જેઓ મોતને ભેટ્યા છે. તદુપરાંત સયાજી હોસ્પિટલમાં મકરપુરાના આધેડ, તરસાલીના 82 વર્ષના વૃદ્ધ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 61 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો