કામગીરી બદલ એવોર્ડ:વાઘોડિયાની ગજાદરા મોટર ટ્રેનિંગ સ્કૂલને રૂ.1.25 લાખનું પ્રથમ ઇનામ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોડ સેફ્ટીની સારી કામગીરી બદલ રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ

રાજ્ય સરકારના રોડ સેફ્ટી વિભાગ દ્વારા રાજ્યમાં પ્રથમ વખત રોડ સેફટી સપ્તાહમાં સારી કામગીરી કરનાર વ્યક્તિ સંસ્થા અને સરકારી સંસ્થાને ત્રણ કેટેગરીમાં ત્રણ-ત્રણ ઇનામ અર્પણ કરાયા છે. જે પૈકી ખાનગી સંસ્થા તરીકે વડોદરા પાસે વાઘોડિયાની ગજાદરા મોટર ટ્રેનિંગ સ્કૂલને સવા લાખનું પ્રથમ ઇનામ અપાયું છે.

રાજ્યના પરિવહન મંત્રી ફળદુના હસ્તે આ ઇનામ વિતરણ મંગળવારે કરાયું હતું. રોડ સેફટી વિભાગમાં કાર્યરત અધિકારી એન કે સોલંકીએ જણાવ્યા મુજબ સુરતને સિટી સેફટી કાઉન્સિલનો પ્રથમ એવોર્ડ મળ્યો છે જ્યારે વાઘોડિયાની ઓલ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રાઇવિંગ ટેકનિકલ એન્ડ રિસર્ચને સુંદર કામગીરી માટે 2020-21નું ઈનામ અપાયું છે. અગાઉ આ વિભાગમાં માત્ર બે લાખ ફાળવાતા હતા, પરંતુ આ વર્ષે રૂા.10 લાખ ભંડોળ અપાયું છે. જેમાં 3 કેટેગરીમાં 1.25 લાખ, 75 હજાર અને 50 હજારના ઇનામ અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...