વ્યવસ્થા કરવા માગ:પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો પછી મકાનો તોડો, ધનિયાવી રોડના રહીશોની મ્યુનિસિપલ મિશનરને રજૂઆત

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 80 કાચા-પાકા મકાનો તોડવાની નોટિસ અપાઇ

તરસાલી ધનિયાવી વિસ્તારમાં 12 મીટરના રસ્તા રેસામાં 80 જેટલા કાચા પાકા મકાન અને દુકાનોને દૂર કરવાની નોટિસ આપી હતી. શુક્રવારે સ્થાનિક લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કર્યા બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર થકી રજૂઆત કરી છે.

શહેરના છેવાડે આવેલ તરસાલી વિસ્તારમાં ધનયાવી રોડ 12 મીટરના રસ્તાની કામગીરી માટે અંદાજે 80 જેટલા કાચા-પાકા મકાન અને દુકાનોને નોટિસ અપાઇ હતી. સ્થાનિકોએ ગુરુવારે શિવસેનાની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 35 વર્ષથી લોકો અહીંયા વસવાટ કરે છે. તેઓ ઘરવિહોણા થશે અને નિસહાય બની જશે. કોરોનાકાળમાં મોંઘવારી અને બેરોજગારી વચ્ચે સામાન્ય નાગરિક પીસાઈ રહ્યો છે. જો વૈકલ્પિક વ્યવસ્થા વગર ડિમોલીશનની કામગીરી કરવામાં આવશે તો પરિવારો રસ્તા પર આવી જશે.

સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે આ સ્થળે કેટલાક મકાન અને દુકાનને નોટીસ આપી છે. તો વળી કેટલાકને નજરઅંદાજ કરાયા છે. વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કર્યા બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરવી જોઈએ. અત્રે ઉલ્લેખનિય છે કે પાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે સ્થાનિકો દ્વારા સામે વૈકલ્પિક વ્યવસ્થા માટે માગ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...