તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ પ્રમોશન:ધો.11ની પ્રથમ યાદી જાહેર: 350 સ્કૂલમાં 20 હજાર વિદ્યાર્થીને પ્રવેશ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 42 હજારથી વધુ પાસ વિદ્યાર્થી માટે પ્રક્રિયા શરૂ
  • 6 જુલાઇએ બીજી અને 8 જુલાઇએ ત્રીજી યાદી જાહેર કરાશે

ધો. 11 માં પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરાઇ છે જેમાં 350 સ્કૂલોમાં 20 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. 6 જુલાઇ અને 8 જુલાઇના રોજ બીજી અને ત્રીજી પ્રવેશ યાદી જાહેર કરાયા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. કોરોના મહામારીના કરાણે ચાલુ વર્ષે ધોરણ 10 માં માસ પ્રમોશન બાદ ધોરણ 11 માં પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શનિવારે ધોરણ 11 માટેની પ્રથમ પ્રવેશ યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જેમાં 350 જેટલી સ્કૂલોમાં 20 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે.

6 જુલાઇના રોજ બીજી પ્રવેશ યાદી જાહેર કરાશે અને છેલ્લી પ્રવેશ યાદી 8 જુલાઇના રોજ જાહેર કરાશે. તમામ પ્રવેશ યાદી જાહેર થઇ ગયા પછી વિદ્યાર્થીઓના પ્રવેશની સ્થિતિ સ્પષ્ટ થશે તેવું ડીઇઓ કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું. ધોરણ 11 માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જવાબદારી શાળાના આચાર્યની છે. પ્રવેશથી વંચિત રહી ગેયેલા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ કેમ્પનું પણ આયોજન કરવામાં આવનાર છે. જોકે ત્રીજી યાદી જાહેર થયા પછી ડીઇઓ કચેરી દ્વારા વિદ્યાર્થીઓના પ્રવેશના ડેટા મંગાવાશે.

6 હજારથી વધુ વિદ્યાર્થી સમાવવાનો પડકાર
ધોરણ 10 માં 42,852 જેટલા વિદ્યાર્થીઓ માસ પ્રમોશનથી પાસ થયા છે. જેના પગલે ધોરણ 11 સાયન્સમાં 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં 4 હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ ન મેળવી શકે તેવી સ્થિતી સર્જાય તેમ છે. ડીઇઓ કચેરી દ્વારા નવા 160 જેટલા વર્ગો ઉભા કરવા માટે પણ સરકારમાં મંજૂરી માંગવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...