તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં મ્યૂકોર માઇકોસિસની એનટ્રી:વડોદરામાં મ્યૂકોર માઇકોસિસ ફૂગથી પ્રથમ મહિલા દર્દીનું મોત, SSG - ગોત્રીમાં ચાર મહિનામાં મ્યૂકોર માઇકોસિસના 7 કેસ નોંધાયા હતા

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપળાની 70 વર્ષિય વૃદ્ધાને ત્રણ દિવસ અગાઉ જ લક્ષણ જણાયાં હતાં

અમદાવાદ બાદ હવે મ્યુકોરમાઇકોસીસે તેની ચિંતાજનક દસ્તક દીધી છે. શહેરની દાંડિયાબજાર સ્થિત ખાનગી હોસ્પિટલમાં રાજપીપલાના 70 વર્ષના વૃદ્ધાની કોરોનાની સારવાર દરમ્યાન મ્યુકોરમાઇકોસીસના લક્ષણો દેખા દીધા હતા. જેના ત્રણ દિવસ બાદ જ વૃદ્ધાનું મોત નીપજ્યું છે. વડોદરામાં મ્યુકોરમાઇકોસીસના કારણે મૃત્યુ નિપજવાની પ્રથમ ઘટના બની છે જે ચિંતાજનક છે.

અમદાવાદ બાદ વડોદરામાં પણ મ્યુકોરમાઇકોસીસ ફૂગથી સંક્રમિત 7 કેસ સામે આવ્યા છે. જેમાં આજે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાજપીપળાના એક 70 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું છે. શહેરના દાંડિયાબજારની ખાનગી હોસ્પિટલના ડો. જયેશ રાજપુરાના જણાવ્યા અનુસાર રાજપીપળાના વૃદ્ધાને 10 દિવસ અગાઉ કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સારવારના આઠમા દિવસે વૃદ્ધાના મોઢા પર સુજન આવી હતી.

તદુપરાંત નાકમાંથી લોહી નીકળવું, નાક બંધ થવું, શ્વાસ લેવામાં તકલીફ, તાવ અને તાળવું કાળા રંગનું થઈ જવાના લક્ષણો દેખા દીધા હતા. દર્દીના નમૂના લઈ તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં બાયોપ્સી રિપોર્ટમાં મ્યુકોરમાઇકોસીસ ફૂગ જણાઈ આવી હતી. અને ત્યારબાદ 10માં દિવસે વૃદ્ધાનું મોત નીપજ્યું છે. આ દર્દીના કલ્ચરલ રિપોર્ટ બાકી છે જે 10 દિવસ પછી આવશે. વડોદરામાં મ્યુકોરમાઇકોસીસના કારણે મૃત્યુ નિપજવાનો આ પ્રથમ બનાવ છે. વૃદ્ધા ડાયાબીટીસ અને કિડનીની બીમારીથી પીડાતા હતા.વધુમાં ડો. રાજપુરાએ જણાવ્યું હતું કે આનાથી બચવા માટે કોવિડ દર્દીએ માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા, આખી બાયના શર્ટ અને ફૂલ પેન્ટ પહેરવા જોઈએ.

કેસ વધશે તો આયોજન કરીશું : ડો. રંજન ઐયર
SSGના સુપરિટેન્ડન્ટ રંજન ઐયરના જણાવ્યા અનુસાર વડોદરામાં કેસ સામે આવ્યા છે. તેના માટેની પ્રાથમિક દવાઓનો આપણી પાસે સ્ટોક છે. જો કેસ વધશે તો દવાઓનું મંગવાવવાનું આયોજન કરીશું.

દર્દીને અગાઉ કોરોના થયો હતો: ડો. કારેલિયા
શહેરના ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડો. હિતેન કારેલીયાના જણાવ્યા અનુસાર તેઓએ આ દર્દીનું પ્રાઇમરી ઇન્સ્પેકશન કર્યું હતું. આ દર્દીને 15થી 20 દિવસ પહેલા કોવિડ થયો હતો. ત્યારબાદ રજા આપી હતી. દર્દીને ડાયાબીટીસ અને કિડનીની તકલીફ હતી. કિડની ખરાબ હોવાથી ઇન્જેક્શન કયુ આપવું અને બાયોપ્સી કરવાનું પણ સુચન કર્યું હતું.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...