શિક્ષણ:ડિપ્લોમાની પ્રથમ પ્રવેશ યાદી જાહેર, સત્ર શરૂ થયા બાદ 2 સપ્તાહમાં દિવાળી વેકેશન પડશે

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમયસર પરિણામો ડિક્લેર થયા છતાં મેરિટ જાહેર કરવામાં વિલંબ થયો
  • 19મી સુધી બીજા​​​​​​​ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી ચાલશે, પ્રથમ સત્ર દિવાળી પહેલાં પૂરું નહીં થાય

ડિપ્લોમાની પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી છે. 19 સપ્ટેમ્બર સુધી બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી ચાલશે. જેના પગલે ઓક્ટોબરમાં સત્ર શરૂ થશે. શિક્ષણ કાર્ય શરૂ થયાના બે અઠવાડિયામાં દિવાળી વેકેશન આવશે જેના પગલે ડિપ્લોમાના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું પ્રથમ સત્ર દિવાળી પહેલા પૂરું નહિ થઇ શકે.ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓ દ્વારા ડિપ્લોમાનો અભ્યાસ માટે પસંદગી કરતાં હોય છે. જોકે ચાલુ વર્ષે સમયસર પરિણામો આવી ગયા હોવા છતાં પણ ડિપ્લોમાની પ્રવેશ કાર્યવાહીમાં વિલંબ થયો છે.

એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સ દ્વારા ડિપ્લોમાની પ્રવેશ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ડિપ્લોમામાં પ્રવેશ માટે રાજ્યભરની ડિપ્લોમા કોલેજો માટે પ્રવેશ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરી દેવામાં આવી છે. 8 સપ્ટેમ્બરના પ્રથમ રાઉન્ડની સંપૂર્ણ પ્રવેશ કાર્યવાહી પૂરી કરવામાં આવશે, ત્યારબાદ બાકી બચેલી બેઠકો માટે બીજા રાઉન્ડની પ્રક્રિયા કરાશે, જે 19 સપ્ટેમ્બર સુધી ચાલશે. પ્રવેશ કાર્યવાહીના વિલંબના કારણે ડિપ્લોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું પહેલું સત્ર ધોવાઇ જાય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. દિવાળી પ્રથમ સત્ર પછી પરીક્ષાઓ જાન્યુઆરીમાં લેવાશે.

MSUમાં ગ્રાન્ટ ઇન એઇડની 712 બેઠકો છે
એમ.એસ.યુનિવર્સિટીમાં ઇડબ્લ્યુએસની મળીને ગ્રાન્ટ ઇન એઇડની 712 બેઠકો છે જયારે હાયર પેમેન્ટ કોર્સની 202 બેઠકો આવેલી છે.

કોર્સબેઠકો

સિવિલ એન્જિનિયરિંગ

225

ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ

187

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી

38

મિકેનિકલ એન્જિનિયરિંગ

206

પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ

56

હાયર પેમેન્ટના કોર્સ

આર્કિટેક્ચર આસિસ્ટન્ટ

67

કમ્પ્યૂટર એન્જિનિયરિંગ

68

ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન

67

​​​​​​​ચૂંટણીને લીધે પોલિટેક્નિકમાં શિક્ષણ બંધ થશે
​​​​​​​યુનિ.ની પોલીટેકનીક કોલેજમાં દર વખતે ચૂંટણીઓ સમયે મતગણતરીની કામગીરી કરાતી હોય છે જેના માટે કોલેજને એક મહિના પહેલા જ જિલ્લા ચૂંટણી શાખા દ્વારા પોતાના હસ્તક લઇ લેવમાં આવે છે જેથી આ વર્ષે પ્રથમ વર્ષ ડિપ્લોમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીમાટે પ્રથમ સત્ર ફેબ્રુઆરી-માર્ચ સુધી ચાલશે તેવી વકી છે.

અન્ય સમાચારો પણ છે...