તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગ દુર્ઘટના:100 વર્ષ જૂની ઐતિહાસિક ઇમારતમાં આગ લાગતા ફાઇલો ખાખ, કલેક્ટર કચેરીના પહેલા માળે આગ,દુર્ઘટના ટળી

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના કલેક્ટર કચેરી ખાતેની ઐતિહાસિક ઇમારતમાં પહેલા માળે 35 નંબરના મહેકમ દફતર રૂમમાં અગમ્ય કારણોસર આગ લાગતા મતદાર યાદીની ફાઈલો બળીને ખાક થઈ ગઈ હતી. જો કે આગ લાગી  ત્યારે ઓફિસમાં 3 કર્મચારીઓ જ હતા. ફાયરબ્રિગેડે આગ કાબૂમાં લેતા મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી. - Divya Bhaskar
શહેરના કલેક્ટર કચેરી ખાતેની ઐતિહાસિક ઇમારતમાં પહેલા માળે 35 નંબરના મહેકમ દફતર રૂમમાં અગમ્ય કારણોસર આગ લાગતા મતદાર યાદીની ફાઈલો બળીને ખાક થઈ ગઈ હતી. જો કે આગ લાગી ત્યારે ઓફિસમાં 3 કર્મચારીઓ જ હતા. ફાયરબ્રિગેડે આગ કાબૂમાં લેતા મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી.
  • લાકડાનું ફ્લોરિંગ બચી જતાં હાશકારો, જૂની મતદાર યાદી, રદ્દી કાગળો સળગી ગયા

શહેરની 100 વર્ષ જુની કલેક્ટર કચેરીમાં મંગળવારે સવારે પહેલા માળે આગ લાગતાં દોડધામ મચી હતી. ઈ.સ.1921 માં બનેલી ગાયકવાડી સમયના હેરિટેજ બિલ્ડિંગમાં કાર્યરત કલેક્ટર ઓફિસના પુરવઠા વિભાગની પહેલા માળે મહેકમની ઓફિસમાં આગ ભભૂકી ઊઠતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ગાયકવાડી સમયની આ બિલ્ડિંગમાં લાકડાનું ફ્લોરિંગ હોવાથી અને મોટી સંખ્યામાં કાગળોનાં પોટલાં હોવાથી આગ ઝડપથી ફેલાવાની ભીતિ સર્જાઈ હતી. સદનસીબે દુર્ઘટના થતી અટકી હતી.

કલેક્ટર કચેરીના પહેલા માળે સવારે 11-30 વાગ્યાના સુમારે ગેલેરીના ભાગે મૂકેલી ડિસ્પોઝ કરવાની જૂની મતદાર યાદી અને રદ્દી કાગળોમાં અચાનક આગ લાગતાં ઓફિસમાં 2 મહિલા કર્મચારી અને એક ઓપરેટર વચ્ચે દોડધામ મચી હતી. બનાવની જાણ થતાં દોડી આવેલા ફાયરબ્રિગેડના લાશ્કરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયરબ્રિગેડના સર સૈનિક પ્રતાપ ડામોરે જણાવ્યું હતું કે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. નજીકમાં ઇલેક્ટ્રિક સપ્લાય કે ઇલેક્ટ્રિક સાધનો પણ નહતાં.

મહત્ત્વનો કોઈ રેકોર્ડ સળગ્યો નથી
જે.એચ. આંબેગાંવકર એ જણાવ્યુ કે, આગનો ધુમાડો જોતાં અમે ગેલેરીમાં દોડી ગયા હતા. ગેલેરીમાં નાશ કરવા પાત્ર રેકોર્ડની ફાઇલો અને જૂની પસ્તી હતી. જોકે મહત્ત્વનો કોઈ રેકોર્ડ સળગ્યો નથી. નાયબ મામલતદાર

અન્ય સમાચારો પણ છે...