વડોદરામાં ભાજપની ઉજવણી:રાજેન્દ્ર ત્રિવેદી કેબિનેટ મંત્રી બન્યા ને મનિષા વકીલને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો મળ્યો, ભાજપના નેતાઓ અને કાર્યકરો ફટાકડા ફોડીને ઉજવણી કરી

વડોદરાએક મહિનો પહેલા
ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરોનો જમાવડો થયો
  • વડોદરાના ધારાસભ્ય મનિષાબેન વકીલ અને રાજેન્દ્ર ત્રિવેદીને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું

વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરોનો જમાવડો થયો હતો અને વડોદરાના ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન મળતા ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઇ ખવડાવીને ઉજવણી કરી હતી. આ ઉપરાંત કેબિનેટ મિનિસ્ટર બનેલા રાજેન્દ્ર ત્રિવેદીના ઘરની બહાર કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

કેબિનેટ મિનિસ્ટર બનેલા રાજેન્દ્ર ત્રિવેદીના ઘર બહાર ઉજવણી કરવામાં આવી હતી
કેબિનેટ મિનિસ્ટર બનેલા રાજેન્દ્ર ત્રિવેદીના ઘર બહાર ઉજવણી કરવામાં આવી હતી

મોદીએ જુદા જ પ્રકારનો પ્રયોગ ગુજરાતમાં કર્યો છે
વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે જણાવ્યું હતું કે, વડોદરા શહેર માટે ગૌરવની બાબત છે કે, બંને ધારારસભ્યો આજે મંત્રી તરીકે સ્થાન પામી રહ્યા છે. અમે તેમને અભિનંદન આપીએ છીએ. વડાપ્રધાન મોદીએ જુદા જ પ્રકારનો પ્રયોગ ગુજરાતમાં કર્યો છે અને બે ધારાસભ્યોને વડોદરા શહેરમાંથી સ્થાન આપ્યું છે. જેથી એમનો વિશેષ આભાર માનીએ છીએ. વડોદરાના ધારાસભ્ય મનિષાબેન વકીલ અને રાજેન્દ્ર ત્રિવેદીને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. જે પૈકી રાજેન્દ્ર ત્રિવેદીને કેબિનેટમાં સ્થાન મળ્યું છે અને નિષા વકીલને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો મળ્યો છે.

નેતાઓ અને કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઇ ખવડાવીને ઉજવણી કરી
નેતાઓ અને કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઇ ખવડાવીને ઉજવણી કરી

2022ની ચૂંટણીમાં ભાજપને ચોક્કસ ફાયદો થશે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો પણ અમે આભાર માનીએ છીએ. નવા, શિક્ષિત અને યુવાન મહિલા ચહેરાઓને કારણે આવનારી 2022ની ચૂંટણીમાં ભાજપને ચોક્કસ ફાયદો થશે.

ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે શપથવિધિ સમારોહ યોજાશે
ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે શપથવિધિ સમારોહ યોજાશે

બપોરે 1.30 વાગ્યે શપથવિધિ સમારોહ યોજાયો
ઉલ્લેખનિય છે કે, ગુજરાતના નવા મંત્રીમંડળનો આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે શપથવિધિ સમારોહ યોજાયો હતો. શપથવિધિ પહેલાં જ આજે કમલમ્ ખાતેથી મંત્રી બનનારા ધારાસભ્યોને ફોન કરીને જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...