• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Firecrackers Can Be Burst For Two Hours In Vadodara From 8 To 10 Pm, Action Will Be Taken Against Those Who Burst Firecrackers On Public Roads Or Footpaths

ફટાકડા ફોડવા અંગે જાહેરનામું:વડોદરામાં રાત્રે 8થી 10 બે કલાક ફટાકડા ફોડી શકાશે, જાહેરરોડ કે ફૂટપાથ પર ફટાકડા ફોડનાર સામે કાર્યવાહી થશે

વડોદરા2 મહિનો પહેલા
  • 21 ઓક્ટોબર 2022થી 4 નવેમ્બર 2022 સુધી અમલી રહેશે જાહેરનામું

દિવાળીના તહેવારોને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસ કમિશ્નર દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તા. 21 ઓક્ટોબર 2022થી 4 નવેમ્બર 2022 સુધી રાત્રે 8થી 10 વાગ્યા સુધી એટલે કે બે કલાક ફટાકડા ફોડી શકાશે. સાથે જ જાહેર રોડ, ફૂટપાથ પર ફટાકડા નહીં ફોડી શકાય. સાથે જ શાળા, હોસ્પિટલ, એરપોર્ટની નજીક પણ ફટાકડા ફોડી નહીં શકાય.

પ્રતિબંધિત કૃત્યો

(1) વડોદરા શહેર કમિશ્નરેટના સમગ્ર વિસ્તારમાં દિવાળી તહેવાર દરમ્યાન રાત્રીના 8 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે

(2) હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વની સ્તર (Decibel Level) વાળા જ ફટાકડા વેચી / વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/ માન્ય ફટાકડાના દરેક બોક્ષ ઉપર "PESO" ની સુચના પ્રમાણેનુ માર્કીંગ હોવુ જરૂરી છે.

(3) કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહિ, રાખી શકાશે નહિ કે વેચાણ કરી શકાશે નહિ.

(4) લોકોને અગવડ ઉભી ન થાય કોઇપણ ભયજનક પરિસ્થિતીઓનુ નિર્માણ ન થાય તે માટે વડોદરા શહેરના બજારો, પેટ્રોલપંપો, એલપીજી બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહીં.

(5) ઇ-કોમર્સ વેબસાઈટ ફ્લીપકાર્ટ, એમેઝોન સહિતની કોઇપણ ઇ-કોમર્સ વેબસાઇટ ફટાકડા વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકાશે નહિ. ઓનલાઇન વેચાણ કરી શકાશે નહીં.

(6) કોઇપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાયનીઝ તુક્કલ/ આતશબાજી બલુન) નુ ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી. તેમજ કોઇપણ સ્થળે ઉડાડી શકાશે નહીં.

(7) વડોદરા શહેર જાહેર રસ્તા / રોડ તથા ફૂટપાથ ઉપર દારૂખાનુ /ફટાકડા ફોડવા/ સળગાવવા ઉપર તથા આતશબાજી કરવા ઉપર પ્રતિબંધ

(8) વડોદરા શહેરના જાહેર રસ્તાઓ / રોડ તથા ફૂટપાથ ઉપર બોમ્બ / રોકેટ / હવાઈ તથા અન્ય ફટાક્કા જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા સળગાવી રસ્તા ઉપર કે ફૂટપાથ ઉપર કે કોઇ વ્યક્તિ ઉપર કે જાહેરમાં છુટા ફેંકવા ઉપર પ્રતિબંધ

(9) વડોદરા શહેર પોલીસ કમિશ્નરેટના સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ કોર્ટ કચેરી, હોસ્પિટલ, શાળાઓ,કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ

(10) પેટ્રોલ જેવા અથવા સળગી ઉઠે તેવા પદાર્થોથી રસાયણીક કારખાના આવેલ હોય, તેવા વિસ્તારના 100 મીટર વિસ્તારમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ