સળગતો મુદ્દો:ફાયર NOC વિનાના સિટાડેલ અને નવરંગ કોમ્પ્લેક્સને સીલ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોટિસ ફટકાર્યા બાદ પણ એનઓસી ન લેવાઇ
  • ​​​​​​​મુદત માગ્યા બાદ એક વર્ષ સુધી ફાયરસેફ્ટીની નિષ્ક્રિયતા

શહેરની મધ્યમાં ગાંધી નગરગૃહ પાસે આવેલા સિટાડેલ કોમ્પ્લેક્સ અને નવરંગ કોમ્પ્લેક્સને ફાયરબ્રિગેડ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. ફાયરબ્રિગેડ દ્વારા અવાર-નવાર તાકીદ કરાતી નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં પણ આ કોમ્પ્લેક્સ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી ન હતી.

ગત વર્ષે શરૂ કરેલી ઝુંબેશ સમયે પણ આ કોમ્પ્લેક્સને સીલ મારવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ કોમ્પ્લેક્સના સંચાલકો દ્વારા સમય માગવામાં આવતાં ફાયરબ્રિગેડ દ્વારા સમય આપવામાં આવ્યો હતો. જોકે ફરી એક વખત રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફ્ટીનો કડક અમલ કરાવવા માટે તાકીદ કરવામાં આવતાં ફાયરબ્રિગેડ દ્વારા સરવે શરૂ કરાયો છે. સોમવારે સવારે રાવપુરા વિસ્તારમાં નવરંગ કોમ્પ્લેક્સ તથા ગાંધી નગરગૃહ પાસેના સિટાડેલ કોમ્પ્લેક્સ ખાતે લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.હજી 11 જેટલાં કોમ્પ્લેક્સ ફાયર એનઓસી વગરનાં છે.

અન્ય સમાચારો પણ છે...