તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોક ડ્રીલ:વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલના ICU-6માં આગની મોક ડ્રીલ યોજાઈ, કોરોનાના 5 દર્દીને રેસ્ક્યૂ કરાયા

વડોદરા4 મહિનો પહેલા
ગોત્રી કોવિડ હોસ્પિટલના ICU-6માં આગની મોક ડ્રીલ - Divya Bhaskar
ગોત્રી કોવિડ હોસ્પિટલના ICU-6માં આગની મોક ડ્રીલ
  • દર્દીઓની સ્થિતિ જાણ્યા બાદ સારવાર આપીને રિફર કરવામાં આવ્યા હતા

વડોદરા શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલના ICU-6માં આજે આગની ઘટનાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 400થી વધુ કર્મચારીઓ આ મોક ડ્રીલમાં જોડાયા હતા.

રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડ બાદ હવે હોસ્પિટલો એલર્ટ થઈ
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ હવે રાજ્યભરમાં હોસ્પિટલો એલર્ટ થઈ ગઈ છે અને આગની ઘટના બને તે સમયે કેવી રીતે કામગીરી કરવી તે માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગ લાગે તે સમયે કેવી રીતે કામગીરી કરવી તે અંગેની તમામ તકેદારીઓ રાખવામાં આવી હતી.

ICU-6માં આગનો બનાવ ઉભો કરવામાં આવ્યો હતો
ICU-6માં આગનો બનાવ ઉભો કરવામાં આવ્યો હતો

મોક ડ્રીલમાં ICU-6માં આગનો બનાવ ઉભો કરવામાં આવ્યો હતો
વડોદરા શહેરની ગોત્રી કોવીડ હોસ્પિટલના નોડલ અધિકારી ડો, શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, મોક ડ્રીલમાં ICU-6માં આગનો બનાવ ઉભો કરવામાં આવ્યો હતો. જેમાં 5 દર્દીઓ હતા. જેમાં એક દર્દી ઓક્સિજન અને એક દર્દી વેન્ટિલેટર પર હતા. આગ લાગતા જ ફાયરના સાધનોનો ઉપયોગ કરીને આગ બુઝાવી દીધી હતી અને દર્દીઓને અલ્ટરનેટ ઓક્સિજન થેરાપી આપવામાં આવી હતી. એક પછી એક દર્દીની સ્થિતિ જાણીને સારવાર આપીને રિફર કરવામાં આવ્યા હતા.

દર્દીઓની સ્થિતિ જાણ્યા બાદ સારવાર આપીને રિફર કરવામાં આવ્યા હતા
દર્દીઓની સ્થિતિ જાણ્યા બાદ સારવાર આપીને રિફર કરવામાં આવ્યા હતા
આગ લાગતા જ ફાયરના સાધનોનો ઉપયોગ કરીને આગ બુઝાવી દીધી
આગ લાગતા જ ફાયરના સાધનોનો ઉપયોગ કરીને આગ બુઝાવી દીધી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો