તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વાડી અને અટલાદરામાં બે ઘરમાં આગ, સદનસીબે જાનહાનિ નહીં

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વીજ પ્રવાહ ખોરવાયા બાદ પરત આવતાં શોર્ટ સર્કિટ થઈ

શહેરમાં વાડી અને અટલાદરા ખાતે મકાનમાં આગ લાગવાના બે બનાવ બન્યા હતા. વાડી વચલી પોળ શનિદેવ મંદિર પાસે મહેશ શાહના મકાનમાં રવિવારે બપોરે લાગેલી આગમાં ઘરવખરી સળગી ગઈ હતી. મહેશભાઈના ભત્રીજાને કોરોના થયો હોવાથી દવાખાને દાખલ કરાયા હતા. ઉપરના મજલે તેમના ભત્રીજાનો પુત્ર ધ્રુવ હતો, જ્યારે નીચે મહેશભાઈ અને તેમનો પરિવાર કોરોનાથી બચવા 7 દિવસથી અલગ રહેવા ગયા હતા.

દરમિયાન નીચેના ભાગે રવિવારે આગ લાગતા રહીશોએ ધ્રુવ અને મહેશભાઈને જાણ કરી હતી. બનાવને પગલે દોડી આવેલા મહેશભાઈ દરવાજા ખોલતાં અંદર રહેલી ઘરવખરી આગની ભેટ ચઢી હતી બનાવને પગલે દોડી આવેલા ફાયરબ્રિગેડના લાશ્કરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. કોઇ જાનહાનિ થઇ નહોતી.

અન્ય બનાવમાં અટલાદરા ખિસકોલી સર્કલ પાસે આવેલ શ્રીજી નગરમાં રહેતા ચંદન મૌર્યના મકાનમાં બપોરે આગ લાગતાં વીજ ઉપકરણો બળી ગયા હતા. સોસાયટીમાં ગયેલો વીજપ્રવાહ પરત આવતા તમામ ઉપકરણોમાં શોર્ટસર્કિટ થયા હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું. લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો