મોટી દુર્ઘટના ટળી:વડોદરાના પીપરછટ ગામમાં મોડી રાત્રે ભારત ગેસ એજન્સીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી, 5 સિલિન્ડર બ્લાસ્ટ, 14 લોકો દાઝ્યા

વડોદરા9 દિવસ પહેલા
ભારત ગેસ એજન્સીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ
  • ફાયરબ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના પીપરછટ ગામમાં ગુરૂવારે મોડી રાત્રે ભારત ગેસ એજન્સીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આગ લાગતા 5 જેટલા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. જેમાં 14 લોકો દાઝ્યા થયા હતા. જેઓને સારવાર અર્થે કાલોલ અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મોટી દુર્ઘટના થતાં ટળી ગઇ
ડેસર તાલુકાના પીપરછટ ગામ નજીક ભારત ગેસ એજન્સીના ગોડાઉનમાં રાત્રે 10:30 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. ગોડાઉનના પાછળના ભાગે રાખવામાં આવેલા ઘાસના પુળામાં આગ લાગતા 5 ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે. આ ઘટનામાં 14 લોકો ઘાયલ થયાના અહેવાલ મળ્યા છે. સદનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી ગઇ હતી.

5 ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે
5 ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે

ગોડાઉનમાં અફરાતફરી મચી ગઇ
ભારત ગેસ એજન્સીમાં આગ લાગતા ગોડાઉનમાં અફરાતફરી મચી ગઇ હતી અને સ્થાનિક લોકોએ આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા. બીજી તરફ ફાયરબ્રિગેડને પણ જાણ કરી દેવામાં આવી હતી.

ફાયરબ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
ફાયરબ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવથી નાનકડા એવા પીપરછટ ગામમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.

ઇજાગ્રસ્તોને કાલોલ અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
ઇજાગ્રસ્તોને કાલોલ અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
અન્ય સમાચારો પણ છે...